ની:શસ્ત્રીકરણ સમસ્યા ગુજરાતી વાર્તા ભાગ-2 (Armament problem Gujarati Story Part-2)

Hello friends and welcome to our blog ingujarati.org, today we are growing a new story called ની:શસ્ત્રીકરણ સમસ્યા ગુજરાતી વાર્તા (Armament problem Gujarati story). Hope you will like this Gujarati story very much and if the story uploaded in our blog is much bigger, then we divide it into different parts.

The new part will start from where the previous part ended. You will find the link of all the parts of this Gujarati story here so that you can read it easily.

ની:શસ્ત્રીકરણ સમસ્યા ગુજરાતી વાર્તા

Story Continue…..

આ નિર્ણય લીધાના એક વર્ષ પછી ૧૯૪૮ના મે મહિનાની ૧૨મી તારીખે પાર્લમેન્ટમાં એક પ્રશ્નના ઉત્તરમાં અણુબોમ્બ વિકસિત કરવાના નિર્ણયની પરોક્ષ રીતે જાણ કરાઈ. સંરક્ષણ-પ્રધાને એક પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું કે અણુશસ્રો સહિત તમામ પ્રકારનાં શસ્ત્રો વિકસાવવાનું કામ ચાલુ છે. બ્રિટન પ્રારંભથી જ અણુવિસ્કોટ સંશોધનમાં સામેલ હતું એટલે તેને આશા હતી કે તે અમેરિકા પછી બીજી અણુસત્તા બનશે. જ્યારે સોવિયેટ સંઘે ૧૯૪૯માં અણુવિસ્કોટ કર્યો ત્યારે પ્રથમ તો બ્રિટન માની ન શકયું કે સોવિયેટ સંથે આ સફળતા મેળવી હશે.

સોવિયેટ સંઘ બ્રિટતથી આગળ નીકળી ગયો તેનાથી નિરાશ થયા વિના બ્રિટને સંશોધન ચાલુ રાખ્યું અને ૧૯૫રના ઓંકટોબરની ત્રીજીએ ઓસ્ટ્રેલિયા નજીકના મોન્ટે બેલો ટાપુ ઉપર સૌપ્રથમ અણુવિસ્ફોટ કર્યો. અમેરિકાએ બ્રિટનને સોવિયેટ સંઘના થમૉન્યૂક્લિયર (હાઈડ્રોજન બૉમ્બના) ધડાકાઓ અંગે માહિતી આપી હતી. બ્રિટને ૧૯૫૭ના મે મહિનામાં જે પરીક્ષણો કર્યાં, તેમાં એક પણ પરીક્ષણ હાઈડ્રોજન બોમ્બ માટેનું ન હતું.

તેમ છતાં અખબારી માધ્યમો દ્વારા આ પરીક્ષણો હાઈડ્રોજન બૉમ્બનાં હતાં એવું જૂઠાણું ફેલાયું હતું. આ જૂઠાણાને પરિણામે અમેરિકાને બ્રિટને અણુક્ષેત્રે મેળવેલી સિદ્ધિની ખાતરી થઈ. આથી અમેરિકાએ બ્રિટનને થર્મોન્યૂક્લિયર ડિવાઈસો (હાઈડ્રોજન બૉમ્બની કળ-રચનાઓ) અંગે વિગતવાર ડિઝાઈન અને માહિતી આપી. બ્રિટનને આ માહિતી મળ્યા પછી જ તેણે ૧૯૫૮ના એપ્રિલની ૨૮મીએ ખરેખર હાઈડ્રોજન બૉમ્બનું પરીક્ષણ કર્યું.

ફ્રાન્સનો અણુબોમ્બ

બ્રિટનના વૈજ્ઞાનિક પેટ્રિક બ્લૅકેટની માન્યતા અનુસાર બીજું વિશ્વયુદ્ધ શરૂ ત થયું હોત તો પ્રથમ અણુવિસ્ફોટની સિદ્ધિ ફ્રેન્ચ વૈજ્ઞાનિકોએ મેળવી હોત. વિશ્ચમાં અણુવિસ્કોટતી સમસ્યાને ગંભીરતાથી લઈ તેની ઉપર સંશોધન કરનારું વૈજ્ઞાનિકોનું પહેલું જૂથ જૉલિયો-ક્યુરી અનૅ તેના સાથીદાર વૈજ્ઞાનિકોનું હતું. તમણે ૧૯૩૯ના ઉતાળામાં કાચા (ફૂડ) યુરેનિયમ બૉમ્બની ખાતગી પેટન્ટ તૈયાર કરી હ્તી.

આ વૈજ્ઞાનિકો ૧૯૪૦ના મે મહિનામાં સહરાના રણમાં બૉમ્બનું પરીક્ષણ કરવાની યોજના ઘડી રહ્યા હતા. પરંતુ ૧૯૪૦માં જર્મત આક્રમણ અને જુલાઈમાં ફ્રાન્સની શરણાગતિએ ફ્રેન્ચ વૈજ્ઞાનિકોના અણુપ્રયોગોનો અંત આણ્યો. જૉલિયો-કયુરીએ જર્મન કબજા હેઠળના ફ્રાન્સમાં રહેવાનો નિર્ણય કર્યો અને પાછળથી જર્મનીનો પ્રતિકાર કરવાના આંદોલનમાં જોડાયા અને તેના એક નેતા બન્યા. ફ્રાન્સમાં અણુસંશોધત કરતા અન્ય વૈજ્ઞાનિકો ફ્રાન્સ છોડી બ્રિટન પહોંચી ગયા હતા અને પાછળથી કૅનેડા જઈ મૉન્દ્રિયલ ખાતેની એંગ્લો-કૅનેડિયન અણુસંશોધન લૅબોરેટરીમાં જોડાયા હતા.

આ લેબોરેટરીએ અમેરિકાના મૅનહેંઢન પ્રૉજેફ્ટના સહકારમાં કામ કર્યું હતું. ફેન્ચ વૈજ્ઞાનિકો અમેરિકન પ્રૉજેફ્ટમાં સહકાર આપતા હતા. પણ પ્રૉજેફટ ડિરેકટર જનરલ ગુવ્સ તેમની ઉપર વિશ્વાસ મૂક્તો ન હતો. સાથી દેશો વચ્ચે અણુસ્પર્ષા શરૂ થઈ ચૂકી હતી. અમેરિકા અણુઈજારો રાખવાના હેતુથી અન્ય દેશોના વૈજ્ઞાનિકોના જ્ઞાનનો લાભ લેતું. પણ તેનાં પરિણામોથી તે વૈજ્ઞાનિકો માહિતગાર ન થાય તેવા પ્રયત્નો કરતું હતું.

આથી ફ્રેન્ચ વૈજ્ઞાનિકોએ નિયમભંગ કરીને પણ ફાન્સના હિતમાં માહિતી મેળવવા પ્રયત્ન કર્યો. ફ્રાન્સ જ્યારે જર્મન કબજામાંથી મુક્ત થયું ત્યારે ફ્રેન્ચ વૈજ્ઞાનિકો ફ્રાન્સ પાછા ફર્યા. યુદ્ધસમાપ્તિ પછી ફ્રાન્સે જૉલિયો-કયુરીના વડપણ હેઠળ અણુશક્તિ પંચ(એટસિક એનર્જી કમિશન)ની રચના કરી. જૉલિયો- કચુરીએ બ્રિટનને અણુના શાંતિમય ઉપયોગ માટે સહકાર આપવાની તૈયારી બતાવી પણ બ્રિટનને ફ્રાન્સ કરતાં અમેરિકા સાથે સહકાર પુન: સ્થાપિત કરવામાં વધારે રસ હતો તેથી આ ઓફર સ્વીકારવામાં ન્‌ આવી.

અણુસંશોષનના ક્ષેત્રમાં દરેક દેશ અન્યોથી આગળ રહેવા મયે છે એટલે કોઈ કોઈનો મિત્ર નથી. ૧૯૪૬ના જુલાઈ માસમાં કફ્રાન્સે યુનોમાં જાહેર કર્યું કે તત અણુનો શાંતિમય કાર્યો માટે જ ઉપયોગ કરવામાં માને છે અને તમામ છેશોને તેમ કરવા વિનંતી કરે છે. આ દરમિયાન જોલિયો-કયુરી શાંતિવાદી બની ગયો અને અણુબોમ્બ બનાવવામાંથી તેનો રસ ઘટી ગયો. જૉલિયો-કચુરીએ અણુબૉમ્બ બનાવવાનો વિરોધ કરતાં જાહેર નિવેદનમાં કહ્યું કે ભવિષ્યમાં જો શ્રાંસની સરકાર વૈજ્ઞાનિકોને અણુબોમ્બ બનાવવાનું કહેશે તો તેઓ તેમ કરવાનો ઈન્કાર કરશે.

આ નિવેદનને કારણે ૧૯૫૦ના મે મહિનામાં કચુરીને એટમિક એનર્જી કમિશનના અધ્યક્ષપદેથી બરતરફ કરાયો. તેર અગ્રગણ્ય ફ્રેન્ચ વૈજ્ઞાનિકોએ કયુરીને સમર્થન આપ્યું. ૧૯૫૮માં કચુરીનું અવસાન થયું. આમ છતાં જે ફ્રેન્ચ વૈજ્ઞાનિકો બ્રિટન અને અમેરિકામાં અણુસંશોધન સાથે સંકળાયેલા હતા તેમને અણુબૉમ્બ બનાવવા સામે વાંધો ન હતો. ફ્રેન્ચ સરકાર કોઈ પણ ભોગે અણુશસ્ત્રો બનાવવા અને વિકસાવવા કૃતનિશ્રય હતી.

૧૯૫૬ની સુએઝ કટોકટી વખતે ફ્રાન્સની નામોશી થઈ તે પછી તેણે અણુબૉમ્બ બનાવવાનો નિશ્ચય કર્યો. ફ્રાન્સે ૧૯૬૦ના ફેબ્રુઆરીમાં સહરાના રણમાં પહેલો અણુવિસ્કફોટ કર્યો. ક્રાન્સે અલ્જીરિયાથી ૧૦૦૦ માઈલ દૂર સહરાના રણમાં જે પહેલો અણુધડાકો કર્યો તે પ્રથમ અમેરિકન અણુષડાકા કરતાં ત્રણગણો શક્તિશાળી હતો. બીજો વિસ્ફોટ બે મહિના પછી ૧લી એપ્રિલ. ૧૯૬૦ના દિને કર્યો હતો. આ ધડાકો સોવિયેટ નેતા નિકિતા ડરુશ્ચોવની ફ્રાન્સની મુલાકાત દરમ્યાન કરવામાં આવ્યો હતો અને તેણે ફ્રાન્સને આ સિદ્ધિ માટે અભિનંદન આપ્યાં હતાં. ૧૯૬૭ના જુલાઈ માસમાં ચીને હાઈડ્રોજન બૉમ્બ બનાવ્યો ત્યારે ફ્રાન્સે ઝડપ કરી અને ૧૯૬૮ના ઓગસ્ટની ર૪મી એ પૅસિફિક સમુદ્રમાં હાઈડ્રોજન બૉમ્બનો ધડાકો હજી કર્યો હતો.

સોવિયેત અણુબોમ્બ

રશિયન વૈજ્ઞાનિકો, ખાસ કરીને ભૌતિકશાસ્રીઓ બીજા વિશ્વયુદ્ધ પહેલાં પણ જાણીતા હતા. પીટર કપિસ્ટાએ કેમ્બ્રિજની વિખ્યાત જવેન્ડિશ લેબોરેટરીમાં જાણીતા વૈજ્ઞાનિક અર્નેસ્ટ રથરકાર્ડ સાથે ૧૪ વર્ષ સુધી કામ કર્યું. હતું. ઈગોર કુર્યાતોવે ૧૯૩૭માં યુરોપના પ્રથમ સાઇકલોટ્રોનની રચના કરી હતી. કે. એ. પેર્ટઝાક અને જી. એન. ફલાયોરોવે કુર્ચાતોવની નિગાહબાની હેઠળ યુરેનિયમ-વિસ્કોટ શોધ્યો હતો. પેર્ટઝાકે પાછળથી દાવો કર્યો હતો કે જો બીજાં વિશ્વયુદ્ધ શર્‌ થયું ન હોત તો સેલ્ફ-સસ્ટેઈનિંગ ન્યૂક્લિયર ચેઈન રિએક્શન શોધી કાઢવામાં સોવિયેટ ભૌતિકશાસ્ત્રીઓ વિશ્વમાં સૌપ્રથમ હોત.

સોવિયેટ સંરક્ષણ સમિતિએ એક ફરમાન ક્વારા ૧૯૪રના ડિસેમ્બર માસમાં કુર્યાતોવના વડપણ હેઠળ એટમિક એનર્જી કાર્યક્રમ શરૂ ક્યો. પણ જર્મન ધાડાંઓ રશિયામાં ઊડાણ સુષી પહોંચી જતાં કાર્યક્રમ ખોળભે પડ્યો. હિરોશિમા અને નાગાસાકી ઉપર ફેકાયેલા અમેરિકન અણુબૉમ્બનાં પરિણામોથી રશિયનો સ્તબ્ધ થઈ ગયા.

સ્ટાલિને તરત જ વૈજ્ઞાનિકોને બોલાવ્યા અને કહ્યું કે “’બિરાદરો, તમારી પાસે એક જ માગણી છે, શકય તેટલા ટૂંકા સમયમાં અમને અણુશસ્ત્રો આપો.” તેનાં બિન- વૈજ્ઞાનિક પાસાંઓની જવાબદારી લેવરન્તી બેરિયાને અને વૈજ્ઞાનિક કાર્યોની જવાબદારી કુર્યાતોવને સોપવામાં આવી. સોવિયેટ વૈજ્ઞાનિકોનો અંદાજ હતો કે તેમને આ કામ સિદ્ધ કરવા માટે પાંચ વર્ષનો સમય લાગશે. યુદ્ધથી તારાજ થયેલા રશીયા માટે આ કામ સહેલું ન હતું. અમેરિકાએ ચુરેનિયમના જાણીતા બધા જ જથ્થા ઉપર કબજો જમાવ્યો હતો.

સોવિયેટ જાસૂસી સંસ્થાએ બ્રિટનના દસેક જેટલા વૈજ્ઞાનિકો પાસેથી મેળવેલી માહિતીઓને કારણે સોવિયેટ અણુકાર્યક્રમ બે વર્ષ વહેલો સિદ્ધ ચયો એમ મનાય છે. સોવિયેટ અણુવૈજ્ઞાનિકો આ દાવાને નકારે છે, ૧૯૯રના નવેમ્બર માસમાં મોસ્કો ટેલિવિઝન ઉપર બોલતાં અણુવૈજ્ઞાનિક યુલી ખારીતોને કહ્યું હતું કે આ મદદ ન મળી હોત તોપણ અણુબૉમ્બ અને હાઈડ્રોજન બૉમ્બ બનાવવાની ક્ષમતા સોવિયેટ વૈજ્ઞાનિકોએ મેળવી લીધી હતી.

તેનું કહેવું હતું કે અમેરિકાના અણુઈજારાને તોડવા બને તેટલો જલદી અણુબૉમ્બ બનાવવો સોવિયેટ સંઘ માટે જરૂરી હતો. આથી પહેલા અમેરિકન બોમ્બની જે વિગતવાર માહિતી અને ડાયગ્રામ જાસૂસી સંસ્થા મારફત મળ્યાં હતાં તેને આધારે બૉમ્બ બનાવવાનો નિર્ણય કર્યો હતો. ખારીતોનના કથનાનુસાર ર૯મી ઓગસ્ટ, ૧૯૪૯નો પ્રથમ અણુવિસ્ફોટ અમેરિકન ડિઝાઈન પર આધારિત હતો પણ ૧૯૫૧માં કરાયેલો બીજો વિસ્ફોટ સોવિયેટ ડિઝાઈન પર આધારિત હતો.

સોવિયેટ સંધે ઓગસ્ટ ૧૨, ૧૯૫૩ના રોજ કરેલો હાઈડ્રોજન બૉમ્બનો પ્રયોગ અમેરિકાએ ઓક્ટોબર ૩૧, ૧૯૫૨ના રોજ કરેલા પરીક્ષણના રેડિયોએક્ટિવ પાર્ટિકલ્સના પુથક્કરણના આધારે કરાયો હતો. સોવિયેટ વૈજ્ઞાનિકો આનો ઈનકાર કરે છે અને દાવો કરે છે કે એન્દ્રી સખારોવે કરેલા સંશોધનને આધારે ૧૯૫૩ના ઓગસ્ટની ૧૨મીએ હાઈડ્રોજન બૉમ્બનું પરીક્ષણ કર્યુ હતું. તેમનું કહેવું છે કે અમેરિકન હાઈડ્રો-બૉમ્બના રેડિયોએક્ટિવ પાર્ટિકલ્સ તો લૅબોરેટરીમાં એક કેમિસ્ટે ભૂલથી ગટરમાં ઢોળી દીધા હતા.

Also Read- ની:શસ્ત્રીકરણ સમસ્યા ગુજરાતી વાર્તા ભાગ-1 (Armament problem Gujarati Story Part-1)

Summary

I hope you liked ની:શસ્ત્રીકરણ સમસ્યા ગુજરાતી વાર્તા (Armament problem Gujarati story) article and also this Gujarati story. You can find the link to all the other parts here. Keep visiting our blog ingujrati.org to get such amazing information.

Leave a Comment