Hello friends and welcome to our blog ingujarati.org, today we are growing a new story called ની:શસ્ત્રીકરણ સમસ્યા ગુજરાતી વાર્તા (Armament problem Gujarati story). Hope you will like this Gujarati story very much and if the story uploaded in our blog is much bigger, then we divide it into different parts.
The new part will start from where the previous part ended. You will find the link of all the parts of this Gujarati story here so that you can read it easily.
ની:શસ્ત્રીકરણ સમસ્યા ગુજરાતી વાર્તા
Story Continue…..
ચીન નો અણુબોમ્બ
પાંચ અણુસત્તાઓમાંથી ચીન જ એક એવો દેશ છે જેણે બીજા વિશ્ચયુદ્ધના અંત પછી અણુસંશોધન કાર્યક્રમ હાથ ધર્યો હતો. કોરિયન યુદ્ધ સમયે અને ૧૯૫૮ની કવીમોય અને મત્સુ કટોકટી વખતે ચીનને અમેરિકાએ અણુષમકી આપી હતી. સોવિયેટ સંઘે પણ ૧૯૬૯માં ચીન-સોવિયેટ સરહદી વિવાદ વખતે અણુબૉમ્બ વાપરવાની ધમકી આપી હતી. આને કારણે ચીને પણ અણુસંશોધન હાથ ધરી ઝડપથી અણુ વિકસાવવાનો પ્રયાસ શરૂ કર્યોં. ચીને જાહેર કર્યું કે તેનાં અણુશસ્ત્રોથી કોઈ પણ દેશે ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી. તેનાં અણુરાસો તેની વિરુદ્ધ અણુ- બલૅકમેઈલનો પ્રતિકાર કરવા માટે જ છે. ચીન માને છે કે કોઈ પણ દેશ કે દેશોનો અણુઈજારો નભાવી શકાય નહીં.
ચીને ૧૯૫૦માં જ્યારે ચીન-સોવિચેટ સંબંષો સારા હતા ત્યારે અણુક્ષેત્રે સહકાર શરૂ કર્યો. ચીને સોવિયેટ સંઘના સહકારથી ઝીનજિયાંગમાં યુરેનિયમ મેળવવાનું શરૂ કર્યું. ૧૯૫૩માં દસ હજાર મેટ્રિક ટન જેટલાં અણુયંત્રો અને સાધનો સોવિયેટ સંઘે ચીનને આપ્યાં. સોવિયેટ નિષ્ણાતોએ અણુસંશોષન પ્રયોગશાળાઓ સ્થાપવામાં મદદ કરી. ૧૯૫૪માં મોસ્કો નજીક દુબ્નામાં સોવિચેટ-ચીન સંયુક્ત અણુસંશોધન પ્રયોગશાળાની સ્થાપના કરી.
તેમાં આ બંને દેશો ઉપરાંત અન્ય નવ-સમાજવાદી દેશોના વૈજ્ઞાનિકો પણ અણુસંશોષનમાં જોડાયા. આ પ્રયોગશાળામાં એક હજાર જેટલા ચીની વૈજ્ઞાનિકોએ તાલીમ મેળવી. ચીને માઓ અને વડા પ્રધાન ચાઉ એન-લાઈની હાજરીવાળી બેઠકમાં જાન્યુઆરી ૧૫, ૧૯૫૫ના રોજ અણુરાસ્રો બનાવવાનો નિર્ણય લીષો હતો. ૧૯૫૭ના ઓક્ટોબરની ૧૫મીએ ચીને સોવિયેટ સંઘ સાથે એક ટેકનિકલ કરાર ઉપર સહી કરી હતી. આ સમજૂતી અનુસાર સોવિયેટ સંઘે ચીનને અણુબોમ્બનો નમૂનો આપવા વચન આપ્યું હતુ.
પણ સોવિયેટ સંઘે જૂત ૧૯૫૯ના રોજ આ કરારને રદબાતલ કર્યો અને અણુબોમ્બ આપવાનો ઈન્કાર કર્યો અને સોવિયેટ વૈજ્ઞાનિકોને ચીનથી પાછા બોલાવી લીધા. સોવિયેટ વૈજ્ઞાનિકોએ જતાં પહેલાં મહત્ત્વના સંશોધન-દસ્તાવેજે ફાડી નાખ્યા હતા, પણ ચીની વૈજ્ઞાનિકોએ આ ઢુકડાઓ ભેગા કરી ગોઠવીને બૉમ્બની ડિઝાઈન મેળવી લીધી. સોવિયેટ વૈજ્ઞાનિકોની અણધારી. વિદાયને કારણે ચીનને અણુબોમ્બ બનાવતાં ૭૦૦ દિવસનો વિલંબ થયો.
આમ છતાં ચીન સ્વીકારે છે કે સોવિયેટ મદદ વિના તે આટલી ઝડપયી અણુબૉમ્બ અને હાઈડ્રોજન બૉમ્બ બનાવી શક્યું નં હોત. ચીને પહેલો અણુવિસ્ફોટ ઓક્ટોબર ૧૬, ૧૯૬૪ના રોજ બપોરે ત્રણ વાગ્યે કર્યો હતો. ચીનનું અણુપરીક્ષણ અન્ય ચાર અણુદેશો કરતાં ભિન્ન હતું. અમેરિકન, બ્રિટિશ, ફ્રેન્ચ અને સોવિયેટ અણુપરીક્ષણ પ્લૂટોનિયમ પર આધારિત હતું જ્યારે ચીની પરીક્ષણ યુરેનિયમ પર આધારિત હતું. પ્રથમ સફળતાથી ઉત્સાહિત ચઈને ચીની વૈજ્ઞાનિકોએ ત્રણ જ વર્ષના ગાળામાં જૂન ૧૭, ૧૯૬૭ના રોજ હાઈડ્રોજન બૉમ્બનું પરીક્ષણ પણ કર્યું,
અણુસત્તા બનવાને આરે ઊભેલા દેશો
અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ અને ચીન વિશ્વની પાંચ પણુસત્તાઓ છે. આ ઉપરાંત કેટલાક દેશો એવા છે જેમણે પોતે અણુબોમ્બ ન બનાવ્યા હોવા છતાં તેઓ પોતાની ધરતી પર બીજા શાના અણુબોમ્બ ધરાવે છે. નાટો કરારના સભ્યદેશો હોવાને નાતે નાટાએ જર્મની, નોર્વે અને ડૅન્માર્કમાં અણુશશાસ્ત્રો ગોઠવ્યાં છે. રશિયાના વિરોધને અવગણીને અમેરિકા પૂર્વ યુરોપના દેશોને નાટોમાં સામેલ કરવા મક્કમ છે.
આની ઔપચારિકતા પૂરી થયા પછી નાટો આ દેશોમાં પણ અણુબૉમ્બ નહીં જ ગોઠવે એમ કહી શકાય તેમ નથી. અમેરિકાના જાસૂસી તંત્ર સી.આઈ.એ.ના હેવાલ અનુસાર પાકિસ્તાન પાસે અડધો ડઝન જેટલા બૉમ્બ છે. ઈરાન, ઈઝરાયલ તેમ જ દક્ષિણ આફ્રિકા પણ અણુબૉમ્બ બનાવવાના પ્રયાસો કરતાં હતાં. ભારતે પણ ૧૯૭૪માં પોખરાણ ખાતે અણુવિસ્કોટ ક્રારા અણુશસ્રો બનાવવાની ક્ષમતા પ્રાપ્ત કરી છે. આમ છતાં ભારતે સ્વૈચ્છિક રીતે અણુશસ્ત્રો ન બનાવવાની જાહેરાત કરી હતી અને ૨૩ વર્ષથી તેને વળગી રહ્યું છે.
અણુસંશોધન પ્રારંભથી જ ગુપ્તતા, એકબીજાને છેતરવાની રમત અને વચનભંગોની હારમાળા બની રહ્યું છે. એકબીજા ઉપર સર્વપિરીતા અને અણુઈજારા માટેના પ્રયાસો ચાલતા રહ્યા છે. એક હાઈડ્રોજન બૉમ્બથી સમગ્ર પૃથ્વી પર વસતા જીવો નામશેષ થાય તેમ છતાં તેવા હજારો બૉમ્બો ભંડકિયામાં સંધરીને આ પાંચ મહાસત્તાઓ વિશ્વના અન્ય દેશોને અણુભયના પાઠો ભણાવવા નીકળી છે. આ પાંચે અણુસત્તાઓ પોતાની પાસેનાં અણુશસ્રોનો નાશ કરીને પછી અન્ય દેશોને આ મહાવિનાશના માર્ગે ન વળવાની સલાહ આપવા નીકળી નથી.
તેમને તો પોતાની પાસેનાં અણુશસ્ત્રો જાળવી રાખવાં છે એટલું જ નહીં પણ તેને વધુ કાતિલ બનાવવા માટે, વધુ અધતન બનાવતા રહેવા માટે લેબોરેટરી પરીક્ષણનો અધિકાર પણ જાળવી રાખવો છે. ડાહી સાસરે ન જાય અને ગાંડીને શિખામણ આપે તેની જેમ આ દેશો અન્ય દેશોને સલાહ આપે છે. માત્ર સલાહ જ આપતા નથી પણ તેમની ઉપર દબાણ લાવવા શાંતિમય ઉપયોગ માટે કે વીજળી ઉત્પન્ન’ કરવા માટે પણ અણુ રિએક્ટરો આપવાની ના પાડે છે.
આ દેશો જે કંઈ કરી રહ્યા છે તે વિશ્વને અણુમહાવિનાશમાંથી બચાવવાનો પ્રયાસ નથી પણ તેમની અણુસર્વોપરીતા જાળવી રાખવા માટેની અણુ-ડિપ્લોમસી છે. અમેરિકાની રાહબરી નીચે પી વિવિધ પ્રકારની અણુ-ડિપ્લોમસી ક્વારા બિન-અણુદેશોને છટકામાં સપડાવવા મથી રહ્યા છે. આ હેતુ સિદ્ધ કરવા તેઓ રાજડીય- આ્થિંક-વેપારી દબાણો પણ લાવી રહ્યા છે. આ અણુ -ડિપ્લોમસીનો જ ઈતિહાસ પણ જાણવા અને સમજવા જેવો છે.
ભારત અને અણુરાસ્ત્રો
અમેરિકાએ હિરોશિમા અને નાગાસાકી ઉપર અણુબૉમ્બ ફ્રેકી માનવયાતનાની જે કમકમાટી સરજી હતી તેનો કંપારો બાવન વર્ષ પછી પરૂ માનવજાત અનુભવી રહી છે. ભારતે અણુબૉમ્બનો ત્યારે વિરોધ કયો હતો તે આજે પણ ચાલુ છે.
અણુબોમ્બ મહાવિનાશક યુદ્ધનો પ્રારંભ કરનાર હિટલર કે તેના સાથીદાર મુસોલિની વિરુદ્ધ ન વપરાયો પણ બે એશિયાઈ નગરો ઉપર વપરાયો તેની ચર્ચા ઈતિહાસકારો વહેલીમોડી કરશે અને તેનું રહસ્ય અમેરિકાનું ઈન્વેસ્ટિગેટિવ પત્રકારત્વ છતું કરશે. યુરોપે એશિયાને બલિનો બકરો ગણ્યો છે એ વાત અછતી નથી. માનવજાતે અણુબૉમ્બની કલ્પી ન શકાય તેવી યાતનાઓ જોવા છતાં અણુબૉમ્બ માટેનો મોહ ઘટ્યો નથી, વધ્યો છે.
હાઈડ્રોજન બૉમ્બ બનવાની તૈયારીમાં હતો ત્યારે ૧૯૫૨માં મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈને કહ્યું હતું કે હાઈડ્રોજન બૉમ્બ બનાવવામાં સફળતા મળે તેવા અણસાર દેખાઈ રહ્યા છે. તેમાં જે સફળતા મળે તો રેડિયોએક્ટિવ ઝેર વાયુમંડળમાં પ્રસરી જાય અને પૃથ્વી પરના તમામ જીવોનો સંહાર થાય તેવી ટેફ્નોલોજિકલ સંભાવના પેદા થઈ છે. આઈન્સ્ટાઈનની આ ચેતવણી બહેરા કાનો ઉપર અથડાઈ અને અએણુસત્તાઓએ આંધળી અણુદોટ ચાલુ રાખી. એક જ હાઈડ્રોજન બૉમ્બથી પૃથ્વી પરના તમામ જીવોનો નાશ થઈ શકતો હોય ત્યારે તેનું
હજારોની સંખ્યામાં ઉત્પાદન કરવા પાછળ, પોતાના હરીફોથી પોતાની પાસે વધુ બૉમ્બ છે એવું બતાવવા સિવાય અન્ય શો હેતુ સરતો હશે તે આપણા જેવા સામાન્ય માણસોની સમજ બહાર છે. આ અણુસ્પર્ધામાં પાંચ દેશના શાસકો હતા પણ એ દેશોની પ્રજા તો ભયભીત હતી. અણુસત્તા સિવાયના દેશોની પ્રજા તો એથીય વધુ હેબતાયેલી હતી. ધીમે ધીમે અણુરાક્ષસ સામે વિરોધ વધવા માંડ્યો. ભારતે આજથી ૪૪ વર્ષ પહેલાં ૧૯૫૩માં યુનોની મહાસભામાં અણુરાક્ષસને નાથવા એક સુધારો રજૂ કર્યો હ્તો જે સર્વાનુમતે પસાર થયો હતો. એ સુધારામાં જણાવવામાં આવ્યું હતું કે વિશ્વની પ્રજા ઊડા અંતરથી સામૂહિક હત્યાનાં અણુ, હાઈડ્રોજન, જંતુઆધારિત , રાસાયણિક અને અન્ય શાસ્ત્રોની નાબૂદી અને તેની પર પ્રતિબંધ છે.
ભારતનું વલણ ત્યારથી. આજદિન સુષી સાતત્યપૂર્ણ રહ્યું છે. તે તમામ અણુશસ્રોનો નાશ અને ઉત્પાદન પર પ્રતિબંધ માગતું રહ્યું છે. અણુશસ્મો બનાવવાની ક્ષમતા હોવા છતાં તેણે આ નીતિને અનુસરીને અણુરાસ્ત્રો બનાવવાનો ઈન્કાર કર્યો છે. આથીય મહત્ત્વની વાત તો એ છે કે જેમની સાથે ભારતને યુદ્ધ થયાં છે તે બે પાડોશી દેશો પાકિસ્તાન અને ચીન પાસે અણુશસ્રો હોવા છતાં ભારત અણુશસ્ત્રો બનાવવાથી અળગું રહ્યું છે.
૧૯૬૪માં ચીને અણુષડાકો કર્યા પછી ત્યારના એટમિક એર્નજી કમિશનના વડા ડૉ. હોમી ભાભાએ કહ્યું હતું કે ભારત પાસે અણુશસ્રો બનાવવાની ક્ષમતા હોવા છતાં અમે અન્ય દેશોની જેમ ન્યૂક્લિચર ડિટરન્સ (અણુરાસ્રથી ડરાવી દુશ્મનને યુદ્ધ શરૂ કરતાં અઢકાવવાની) નીતિને અનુસરવાનું પસંદ કર્યું નથી. અણુવિકલ્પનો ત્રણ દસકા પહેલાં ઉપયોગ કરવાથી તે સ્વૈચ્છિક રીતે એટલા માહે દૂર રહ્યું હતું કે તેનાથી નિઃશસ્ત્રીકણના ઉમદા ધ્યેયની વધુ સારી સેવા થશે.
Summary
I hope you liked ની:શસ્ત્રીકરણ સમસ્યા ગુજરાતી વાર્તા (Armament problem Gujarati story) article and also this Gujarati story. You can find the link to all the other parts here. Keep visiting our blog ingujrati.org to get such amazing information.