ની:શસ્ત્રીકરણ સમસ્યા ગુજરાતી વાર્તા ભાગ-4 (Armament problem Gujarati Story Part-4)

Hello friends and welcome to our blog ingujarati.org, today we are growing a new story called ની:શસ્ત્રીકરણ સમસ્યા ગુજરાતી વાર્તા (Armament problem Gujarati story). Hope you will like this Gujarati story very much and if the story uploaded in our blog is much bigger, then we divide it into different parts.

The new part will start from where the previous part ended. You will find the link of all the parts of this Gujarati story here so that you can read it easily.

ની:શસ્ત્રીકરણ સમસ્યા ગુજરાતી વાર્તા

Story Continue…..

૧૯૫૦ અને ૧૯૬૦ના દસકા દરમ્યાન અણુશસ્ત્રોના નાશ અને તેના પરના પ્રતિબંધની વિશ્વવ્યાપી માગણી સર્જવામાં ભારતે અગ્રગણ્ય ભાગ ભજવ્યો હતો. ભારતે અણુપ્રયોગો ઉપર પ્રતિબંધ મૂકવાની માગણીને એટલા માટે સમર્થન આપ્યું હતું કે તેનાથી અણુ નિઃશસ્ત્રીકરણની પ્રક્રિયા શરૂ કરવામાં મદદ મળશે.

વિશ્વની પ્રજા અણુશસ્ત્રોના જથ્થાનો નાશ અને તેનાં ઉત્પાદન પર પ્રતિબંધ માગતી હતી, જ્યારે અણુસત્તાઓ પાંચ સત્તાઓના અણુઈજારાને જાળવી રાખવા માટેનાં પગલાં ભરવામાં વ્યસ્ત હતી. પાંચે અણુસત્તાઓ યુનોની સલામતી સમિતિની કાયમી અને વીટો પાવર ધરાવનારી સત્તાઓ હોઈ સંપૂર્ણ અણુ-નિઃશસ્ત્રીકરણની માગણીને આડે પાટે દોરવામાં સફળ રહેતી હતી. આ દિશામાં તેમણે એન. પી. ટી. (નોંન-પ્રોલિફરેશન ટ્રીટી) એટલે કે અણુ-બિનપ્રસારણ સંષિ તરફ વિશ્વના જનમતને વાળવા પ્રયાસ કરીને તેમનો અણુઈજારો તો જાળવી રાખ્યો પણ સાથે સાથે અણુ-નિઃશસ્ત્રીકરણની માગણીને ખોળભે ચડાવી.

આ સંષિનો અર્થ એ હતો કે અણુસત્તાઓ તેમનો અણુશશસ્ત્ર નો ખડકલો અને તેને વધુ કાતિલ બનાવવાનું સંશોધન ચાલુ રાખી શકે પણ બિન-અણુદેશો અણુસત્તા બનવા પ્રયાસો ન કરી શકે. ભારતનું મંતવ્ય એ હતું કે અણુશસ્ત્રો વિનાનું વિશ્વ જ ભારતની અને વિશ્વની સલામતીની બાંયધરી આપી શકે. પાંચ અણુસત્તા તેમનાં અણુશાસ્ત્ર જાળવી રાખે અને અન્ય દેશોને અણુશસ્ત્રો બનાવતા અટકાવે તેવી સંષિ ભેદભાવભરી અને અસમાન હોઈ ભારત તેનું ભાગીદાર ન બની શકે.

પાંચ અણુસત્તાઓ તેમનો અણુઈજારો ચાલુ રાખી શકે અને અન્ય દેશોને અણુ-બલૅકમેલ કરી શકે તેવી સંધિ પર સહી કરવાનો ભારતે ઈન્કરા કર્યો, આ પાંચ અણુસત્તાઓ જ્યાં સુધી અણુ- નિઃશસ્ત્રીકરણ માટેતો સમયબદ્ધ કાર્યક્રમ ન સ્વીકારે ત્યાં સુધી તેઓ એક યા બીજા બહાને તેમનો અણુઈજારો જાળવી રાખશે, સમયબદ્ધ અણુ-નિઃશસ્રીકરણના બંધન વિનાની અણુ-બિનપ્રસાર સંધિ અપૂર્ણ, અસમાન અને પાંચ સત્તાઓના અણુઈજારાને ચાલુ રાખનારી છે.

ભારતે જેના પર સહી કરી નથી તે અણુ-બિનપ્રસાર સંધિ અણુશસ્રો નહીં ધરાવતા દેશોને તેમની વિરુદ્ધ અણુશસ્રો વપરાવાની ધમકીથી મુક્ત રાખવામાં સફળ થઈ છે ખરી? આ પ્રશ્નનો ઉત્તર નકારમાં જ આપી શકાશે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ રિચર્ડ નિકસનની ૧૯૮૫માં પ્રસિદ્ધ થયેલી સ્મરણકથા પર નજર નાખવાથી આ વાતની ખાતરી થશો. તેણે નોંધ્યું છે કે વિયેટનામ ઉપરાંત ત્રણ પ્રસંગોએ મને અણુબૉમ્બ વાપરવાનો વિચાર આવેલો.

1979 માં ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ વખતે આવો વિચાર આવેલો. ચીન દરમ્યાનગીરી કશે (પાકિસ્તાનની તરફેણમાં) તેવો સંભવ હતો. ચીન ખાબકે તો અને સોવિયેટ સંધ પણ ઝંપલાવે (ભારતની તરફેણમાં) ત્યારે અમેરિકાએ શું કરવું? આમ બન્યું હોત તો અમે શું કર્યું હોત એ બાબતમાં કોઈ પ્રશ્ન જ ન હતો, અર્થાત્‌ અમેરિકાએ અણુબૉમ્બ વાપર્યો હોત. ૧૯૬૮માં અણુ-બિનપ્રસાર સંધિ પર સહી થયા પછી અમેરિકાએ છ વખત અણુબૉમ્બ વાપરવાનો વિચાર કર્યો હતો, અન્ય અણુસત્તાઓએ પણ અણુબૉમ્બ વાપરવાનો વિચાર કર્યો હતો કે નહી તેની માહિતી હજી બહાર આવી નથી.

શીત યુદ્ધની. સમાપ્તિ પછી અણુરાસ્ત્રો

પોતાનાં અણુશસ્રો જાળવી રાખીને અન્ય દેશોને અણુશસ્રો બનાવતા રોકવા ઈચ્છુક અણુસત્તાઓ એવી દલીલ આગળ ધરી રહી છે કે શીત યુદ્ધની સમાપ્તિ પછી અણુબૉમ્બ સામે અણુબૉમ્બનો ભય બતાવવાની (ન્યૂક્લિયર ડિટરન્સની) નીતિની ઉપયોગિતા રહી નથી. એ સત્તાઓ કહે છે કે અણુ-બિનવિસ્તરણ કરાર પર સહી કરનારા બિન-અણુશસ્ત્ર દેશો વિરુદ્ધ અણુશસ્સોનો ઉપયોગ ન કરવા અણુસત્તાઓએ ખાતરી આપી છે ત્યારે ડિટરન્સ અર્થહીન બની જાય છે. આ દલીલ પર ભરોસો મૂકીને નિશ્ચિત બની શકાય તેમ નથી.

શીત ચુદ્ધના કાળ દરમ્યાન પણ અમેરિકાએ વિશ્વને બાંયધરી આપી હતી કે તે કોઈ પણ દેશ ઉપર અણુશસ્ત્રો નહીં વાપરે, સિવાય કે કોઈ દેશ અમેરિકા પર કે તેના સાથી દેશો ઉપર આક્રમણ કરે અને તે આક્રમક દેશ અન્ય કોઈ અણુસત્તા સાથે મૈત્રીબંધનથી જોડાયેલો હોય. આનો સીધોસાદો અર્થ એં થયો કે અણુશસ્રવાળા દેશ સાથે મૈત્રી ધરાવતો બિનઅણુદેશ પણ જો અમેરિકા કે તેના સાથી દેશ ઉપર આક્રમણ કરે અને અણુશસ્રોનો ઉપયોગ ન કરે તોપણ અમેરિકા અણુરાસ્ત્ર વાપરશે. અમેરિકાએ આપેલી આવી અચોક્કસ બાંચધરીમાં પણ પાછળથી બાંધછોડ કરવામાં આવી હતી.

1993 અમેરિકાએ ઘડેલા મિલિટરી ડૉક્ટ્રિન ફૉર જોઈન્ટ ન્યૂકિલયર ઓપરેશન્સ (સંયુક્ત અણુ-કામગીરી માટેનો લશ્કરી સિદ્ધાંત )માં અમેરિકન અણુદળોના બુનિયાદી હેતુની વ્યાખ્યા કરવામાં આવી છે. તેમાં જણાવ્યું છે કે અમેરિકન અણુદળોનો બુનિયાદી હેતુ સામૂહિક હત્યાનાં શસ્ત્ર ના ઉપયોગને રોકવાનો, ખાસ કરીને અણુશસ્ત્રોના ઉપયોગને રોકવાનો, તેમ જ પરંપરાગત શસ્ત્રોના ભયજનક વિકાસ સામે પાળ બાંધવાનો છે. આનો અર્થ એ થયો કે બિનઅણુદેશને પરંપરાગત શસ્ત્રો ધરાવતાં મોટાં દળોવાળો દેશ બનતાં પણ અટકાવવાનો હેતુ છે, અને આ અટકાવવાનું કામ અણુદળો કરશે અને અણુદળો અણુશસ્ત્રોનો ઉપયોગ કરે એ અપેક્ષિત છે.

આ મિલિટરી ડૉકિટ્રનમાં એમ પણ કહેવાયું છે કે અણુશસ્રોનો આ પ્રકારનો ઉપયોગ પ્રાદેશિક સંધર્ષોમાં ખાસ ઉપયોગી થશે. આનો અર્થ એ થયો કે જ્યાં અમેરિકા પરંપરાગત શસ્ત્રોથી લશ્કરી ધ્યેય સિદ્ધ ન કરી શકે ત્યાં અણુશસ્રોનો ઉપયોગ કરવાનો અધિકાર અબાધિત રાખે છે, અને પ્રાદેશિક સંધર્ષોમાં પણ તે આ અધિકારનો ઉપયોગ કરશે.

અમેરિકાની જેમ ફ્રાન્સની અણુનીતિ પણ અણુ ડિટરન્સ પર ખાસ ભાર મૂકે છે. ૧૯૯૪ના ઓફ્ટોબરમાં નેશનલ એસેમ્બલી સમક્ષ સેનેટનાં સંરક્ષણ કમિશનના નાયબ-અધ્યક્ષે ક્રાન્સની અણુનીતિની સ્પષ્ટતા કરી હતી. તેણે કહ્યું હતું કે મષ્યપૂર્વ, ભારતીય ઉપખંડ અને પેસિકિકમાં ફ્રાન્સનાં મહત્ત્વનાં હિતો નથી છતાં ત્યાં જે કંઈ બને છે તે અંગે ક્રાન્સને રસ નથી એવું નથી. વિશ્વના વિવિધ ભાગોમાં સંઘર્ષનાં બિદુઓના અસ્તિત્વને કારણે ફ્રાન્સ અણુ-નિશસ્ત્રીકરણના હિમાયતીઓને તાબે ન થઈ શકે, પણ તેનાથી ઊલ્ટું આપણા ન્યૂકિલયર ડિટરન્સને સારી સ્થિતિમાં જાળવી રાખવાં જરૂરી બને છે.

ફાન્સની સરકારના વ્હાઈટ પેપરમાં ભલામણ કરવામાં આવી હતી કે દેશના વર્તમાન અણુશસ્રોના જથ્થાને લાંબી દૂરી સુષી મોકલી શકાય તે રીતે વિકસાવીને વધારવો જોઈએ. બ્રિટને વિશ્વ અદાલતમાં એવું નિવેદન કર્યું હતું કે સમુદ્રમાં યુદ્ધજહાજો પર કે પાંખી વસતિવાળા વિસ્તારોમાં લશ્કરવિરુદ્ધ અણુશસ્ત્રો વાપરવા બાબતમાં મજબૂત દલીલો કરી શકાય તેમ છે. આનો અર્થ સ્પષ્ટ છે. બિન-અણુસત્તાઓનાં યુદ્ધજહાજો કે પાંખી વસતિવાળા વિસ્તારોસ્થિત લશ્કરી દળો વિરુદ્ધ અણુશસ્ત્ર વાપરવાને બ્રિટન વાજબી ગણે છે.

અણુ-બિનપ્રસાર સંધિ ઉપર વિશ્વના મોટા ભાગના દેશોએ મંજૂરીની મહોર માર્યા પછી અણુદેશોએ કરેલાં ઉપર જણાવેલાં વિધાનો પરથી સ્પષ્ટ યાય છે કે આ દેશો હવે એવાં તારતમ્યો પર આવ્યા છે કે બિન-અણુદેશો વિરુદ્ધ પણ અણુશસ્ત્રો વાપરવાનો અષિકાર તેમને મળી ગયો છે.

અણુદેશોના આવા વલણને લક્ષમાં રાખીને જ ભારતે સર્વગ્રાહી અ છુવિસ્ફરો ટભંષી કરાર અંગેની ચચા દરમિયાન કહ્યુ હતુ કે સી. ટી. બી. ટી. (કોમ્પ્રિહેન્સિવ ટેસ્ટભંન ટ્રીટી) કરારની કલમો સાચા અર્થમાં સર્વગ્રાહી નથી. તેમાં અણુદેશોને તેમનાં અણુશસ્તોનું પરીક્ષણ કરવા, તેમાં વષારો કરવા અને તેમને વધુ કાતિલ બનાવવા માટેતી છટકબારીઓ રાખવામાં આવી છે.

આ કરારને પરિણામે નવી અણુરાસ પદ્ધતિને વિકસાવવા પર પ્રતિબંધ આવી ગયો છે એવો દાવો કરવામાં આવે છે. વાસ્તવમાં આવો દાવો પણ સાચો નથી. તાજેતરમાં એક સર્વેક્ષણમાં એવું બહાર આવ્યું છે કે અમેરિકન કોંગ્રેસ સમક્ષ જુબાની આપતાં લોરેન્સે લાઈવ મોર લૅબોરેટરીઝના ડિરેફ્ટર બ્રુસ ટાર્ટરે જણાવ્યું હતું કે તેની લૅબોરેટરી અણુશસ્ત્ર પદ્ધતિના જીવનને લંબાવવાની અને તે 2025 થી પણ વધુ લાંબો સમય ટકી રહે તે માટેની સર્વગ્રાહી પદ્ધતિ વિકસાવી રહી છે.

અન્ય એક સંશોધનમાં બહાર આવ્યું છે કે એનર્જી ડિપાર્ટમેન્ટના અણુશસ્કોના વિજ્ઞાન આધારિત જાળવણી કાર્યક્રમ હેઠળ અણુરાસ્્રોને અનિશ્ચિત કાળ સુધી જાળવી રાખવાનો કાર્યક્રમ હાથ ધરાયો છે. આ કાર્યક્રમ હેઠળ નવાં અણુશસ્મો માટેના, અને પહેલા અણુહુમલામાં તેની ભરોસાપાત્રતા મેળવવા માટેના પ્રયોગો કરવાની ક્ષમતા વધારવા પણ પ્રયત્નો કરાઈ રહ્યા છે.

૧૯૯૪ના સપ્ટેમ્બર મહિનામાં અમેરિકન સંરક્ષણ ખાતાએ બહાર પાડેલા ન્યૂકિલયર પોસ્ચર રિવ્યૂમાં જણાવવામાં આવ્યું છે કે એનર્જી ડિપાર્ટમેન્ટે વૉરહેડ્સ અથાત્‌ અણુબૉમ્બની ડિઝાઈન કરવાની, તેને બનાવવાની અને
યોગ્યતાનું પ્રમાણપત્ર આપવાની કાર્યક્ષમતા જાળવી રાખવી.

આ બધાં સત્તાવાર અમેરિકન વિધાનો પરથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા તેના વર્તમાન અણુશસોના જથ્થાને સુધારવા અને વધુ કાતિલ બનાવવાનો ઈરાદો રાખે છે. એટલું જ નહીં પણ તેના શાસ્ત્રોના ખડકલાનું આયુષ્ય વધારવા પણ ઇચ્છુક છે અમેરિકાએ હાઈડ્રોડાઈનેમિક પરીક્ષણ માટે 200 કરોડ ડૉલર અને વર્તમાન અણુજથ્થાની વિનાશક શક્તિને વધારવા બીજા ર૦૦ કરોડ ડૉલરની જોગવાઈ કરી છે.

અણુ-નિઃશસ્રીકરણ બાબતમાં પાંચેય અણુસત્તાઓ પ્રામાણિક નથી. અણુશસ્રો પર અંકુશ અંગેની તેમણે ધડેલી સંધિઓ અન્ય દેશોને અણુસત્તા બનતા અટકાવવાના અને પોતાનો અણુઈજારો જાળવી રાખવાના હેતુથી ઘડાયેલી છે. ૧૯૭૦માં એન.પી.ટી. અર્થાત્‌ અણુ- બિનપ્રસાર સંષિ થયા પછી તેમણે વષુ અણુશસ્ત્રો બનાવવાં બંષ કર્યા છે ખરાં ? તેમનાં સત્તાવાર મુખપત્રોમાં પ્રસિદ્ધ થયેલા આંકડાઓમાં જ દર્શાવે છે કે તેમણે એન. પી. ટી. સંષિ પછી પણ અણુરાસોનું ઉત્પાદન પૂરજોશથી ચાલુ રાખ્યું છે. બુલેટિન ઓક એટટમિક સાયન્ટિસ્ટ્સના નવેમ્બર-ડિસેમ્બર, ૧૯૯૪ના અંકમાં પ્રસિદ્ધ થયેલા અણુશસ્ોના નીચે દર્શાવેલા આંક્ડા આ વાતની સાબિતી છે.

આ આંકડા દર્શાવે છે કે એન. પી. ટી. કરાર થયા ત્યારે ૧૯૭૦માં આ પાંચ દેશો પાસે અણુરાસ્રોનો કુલ જથ્યો ૭,૭૧૯ હતો, જ્યારે ચોવીસ વર્ષ પછી ૧૯૯૪માં આ જથ્થો વષીને ૧૭,૮૧૩ થયો હતો. આના ઉપરથી એન. પી. ટી.નો અર્થ એવો કરી શકાય કે બિન- અણુદેશો ઉપર અણુશાસ્ત્રો બનાવવાનો પ્રતિબંધ અને પાંચ અષુદેશોને પોતાનાં અણુશાસ્ત્રો ના જથ્થાને વધારવાનો પરવાનો.

આ પશ્ચાદુભૂમાં સી. ટી. બી. ટી. કરાર અંગે ભારતના વલણને તપાસવું જોઈએ. ભારતે આ કરાર ઉપર સહી કરવાના ઈનકાર કર્યો તેને અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશો તથા તેમનાં પ્રચારમાધ્યમો ખૂબ ચગાવી રહ્યાં છે. ભારત આ કરારને સર્વગ્રાહી, વિસ્ફોટ પ્રતિબંધક કે કરાર પણ ગણતું નથી. આના સંદર્ભમાં વિશ્ અદાલતે ૮મી જલાઈ ૧૯૯૬ના રોજ અણુશસ્રો સંબંધી આપેલો ચુકાદો લક્ષમાં લેવો જોઈએ.

તેણે કહ્યું છે કે અણુદેશોએ અણુ-નિશઃ:રસ્રીકરણની ચર્ચા શરૂ કરવી જરૂરી છે એટલું જ નહીં, એ તેમની ફરજ પણ છં. વિશ્વ અદાલતે એમ પણ કહ્યું કે અણુશસ્રના ઉપયોગની ધમકી અથવા ઉપયોગ સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય કાનૂનના સિદ્ધાંત વિરોધી છે. જ્યારે કોઈ દેશના સમગ્ર અસ્તિત્વ સામે ભય ઊભો થવાની સ્થિતિમાં અણુશસ્નનો ઉપયોગ કરી શકાય કે નહીં તે બાબતમાં થોડીક વિચારણાને અવકાશ છે.

વિશ્વ અદાલતના ચીની ન્યાયમૂર્તિ તો આનાથી પણ આગળ વધીને કહે છે, વિશ્રસંસ્થા યુનોના કુલ સભ્યોના નજીવી સંખ્યા ધરાવતા સમૃદ્ધ અણુદેશો અણુડિટરન્સ પર બિનજરૂરી ભાર મૂકી રહ્યા છે. તેમનું આ કૃત્ય રાજ્યો વચ્ચેની સાર્વભૌમ સમાનતાના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. ભારતનું સી. ટી. બી. ટી. અંગેનું મંતવ્ય સ્પષ્ટ છે.

તેનું માનવું છે કે જ્યાં સુધી આ સંધિ સર્વગ્રાહી ન હોય, અને જ્યાં સુધી તેમાં અણુદેશો માટે તેમના અણુજથ્થાને વધુ સુધારતા રહેવાન્ડી અને વિકસાવવાની છટકબારી હોય, તેમની રસાયણ શાળાઓમાં ન પરીક્ષણ-સ્થળોએ આવી સુધારણા અને વિકાસ માટે અવકાશ હોય ત્યાં સુધી આ સંધિનો સાચો હેતુ સિદ્ધ થઈ શકશે નહી. અણુદેશો વિશ્ચની પ્રજાની અણુ-નિ:શસ્ત્રીકરણની આકાંક્ષાઓ અને વિશ્વ- સંસ્થાઓની હાકલોને અવગણતા રહ્યા છે તે જોતાં અણુ નિ:શસ્રીકરણની તેમની ગોળ ગોળ વાતો પર વિશ્વાસ મૂકી શકાય નહીં.

અણુ-નિઃશસ્રીકરણ માટે સમયબદ્ધ કાર્યક્રમના અણુદશો દ્વારા સ્વીકાર જરૂરી છે. આમ ઇતાં આવી સંધિ ઉપર અન્ય દેશો દસ્તખત કરવા માગતા [ડય તો ભારત તેમાં આડખીલી બનવા માગતું ત હતું અન પોતાનાં મંતવ્યો વ્યક્ત કરીને શ્રુપ રહેવા માંગતું હતું. પણ જ્યારે આ સંધિમાં એવી કલમો ઉમેરવામાં આવી જેના પરિણામે ભારતને પણ આ સંષિનો અમલ કરવો પડે ત્યારે આ કરારને યુનોની મહાસભા સમક્ષ મૉકલવાનો વિરોષ કરવાની કરજ પડી. વિરોધ છતાં ભારતને જે સંધિનો અમલ કરવાની ફરજ પડે તે સંધિ વિયેના કન્વેન્શનના કરાર અંગેના કાનૃનવિરુદ્ધ છે.

Also Read- ની:શસ્ત્રીકરણ સમસ્યા ગુજરાતી વાર્તા ભાગ-3 (Armament problem Gujarati Story Part-3)

Summary

I hope you liked ની:શસ્ત્રીકરણ સમસ્યા ગુજરાતી વાર્તા (Armament problem Gujarati story) article and also this Gujarati story. You can find the link to all the other parts here. Keep visiting our blog ingujrati.org to get such amazing information.

Leave a Comment