Hello friends and welcome to our blog ingujarati.org, today we are growing a new story called ની:શસ્ત્રીકરણ સમસ્યા ગુજરાતી વાર્તા (Armament problem Gujarati story). Hope you will like this Gujarati story very much and if the story uploaded in our blog is much bigger, then we divide it into different parts.
The new part will start from where the previous part ended. You will find the link of all the parts of this Gujarati story here so that you can read it easily.
ની:શસ્ત્રીકરણ સમસ્યા ગુજરાતી વાર્તા
Story Continue…..
ભારત આ પ્રકારના સી. ટી. બી. ટી. કરારનો માત્ર નીતિ અને સદાચારના સિદ્ધાંતો ઉપર જ વિરોધ કરતું નથી. તે પોતાનાં સંરક્ષણ હિતોને લક્ષમાં રાખીને પણ વિરોધ કરે છે. ભારતના સરહદી પાડોશી દશોમાં અને તેના સમુદ્રની આસપાસ અણુશસ્ત્રો સંધરાયેલાં છે. આથી જ્યાં સુધી વિશ્ચને અણુશસ્રમુક્ત બનાવતા આંતરરાષ્ટ્રીય કરાર ઉપર સહી ન થાય ત્યાં સુધી ભારતને તેનો અણુવિકલ્પ છોડી દેવો પાલવે તેમ નથી અને તે દેશના સંરક્ષણના હિતમાં પણ નથી.
ભારતની આ નીતિ બાબતમાં પ્રજામાં અને રાજકીય પક્ષોમાં સર્વસંમતિ પ્રવર્તે છે. સી. ઢી. બી. ટી. કરાર અંગેની ચર્ચામાં ભારતીય પ્રતિનિધિએ સહી કરવાનો ઈનકાર કરતાં કહ્યું હતું કે આજે નહીં, કદી પણ નહી. આમ છતાં અમેરિકા અને પશ્ચિમી દેશો કહી રહ્યા છે કે ભારતને આ કરાર પર સહી કરવા ધીમે ધીમે મનાવી લેવાશે.
કોઈ પણ પક્ષની ભારતીય સરકાર અણુદેશો અને બિન-અણુદેશો વચ્ચે ભેદભાવ રાખતી કોઈ પણ સંધિ ઉપર કયારેય સહી નહીં કરે, ભારતની પ્રજા તેમ કરવા નહીં દે. ભારત ૧૯૬૪થી અણુશસ્રો બનાવવાની જાણકારી ધરાવતું હોવા છતાં તેણે અણુબૉમ્બ નહીં બનાવવાનું સ્વૈચ્છિક રીતે પસંદ કર્યું છે.
આજે કે પણ તે બૉમ્બ બનાવવા માગતું નથી. તેમ છતાં દેશના સંરક્ષણ માટે જરૂર ઊભી થાય તો તે બનાવવાના વિકલ્પને પાંચ અણુદેશોના ચરણમાં ધરી દેવા તે તૈયાર નથી. અણુદેશોની મહેરબાની પર જીવવાનું ભારત કયારેય પસંદ નહીં કરે. આનાથી ઊલ્ટું, ભારત અણુ- નિ:શસ્ત્રીકણ માટેના સમયબદ્ધ કાર્યક્રમોની ઝુંબેશ ચાલુ રાખે તેવો સંભવ છે. ભારતની પહેલથી 28 બિન-જોડાણવાદી દેશોએ ઓગસ્ટ 7, 1996 ના રોજ નિ:શસ્ત્રીકરણ અંગેની કૉન્કરન્સમાં અણુ નિઃશસ્ત્રીકરણ અંગે એક સંયુક્ત પ્રસતાવ રજૂ કર્યો હતો.
આ પ્રસ્તાવમાં ત્રણ તબક્કાના અણુ-નિશસ્ત્રીકરણની યોજના હતી. 1996-2000 ના પહેલા તબક્કા દરમિયાન અણુભય ઘટાડવા માટે એક કરાર દ્વારા બિન-અણુદેશોને તેમની વિરુદ્ધ નિશસ્ત્ર વાપરવાની ધમકી આપવામાં આવશે નહીં એવી બાંયધરી આપવી, અણુશાસ્ત્રોના નાશ અંગે કરાર કરવા, અને અણુશસ્તોનાં ઉત્પાદન માટે વિસ્કોટનાં દ્રવ્યોનાં ઉત્પાદન ઉપર પ્રતિબંધ મૂકતા કરાર કરવા. અ ઉપરાંત સાચા અર્થમાં સર્વગ્રાહી પરીક્ષણ પ્રતિબંધ કરારનો ખરડો તૈયાર કરવો જેમાં તમામ પ્રકારનાં શસ્ત્રનાં પરીક્ષણ બંધ કરવાનો, અણુશસ્ત્ર નું પરીક્ષણ જ્યાં કરાતું હોય તે તમામ સ્થળો બંધ કરવાનો અને વર્તમાન અણુશસ્રોની કક્ષા સુધારવાની ટેકનોલોજી તથા અણુશસ્રોનાં સંશોધન અને વિકાસ પર પ્રતિબંધનો સમાવેશ હોય.
બીજા તબક્કાનો સમયગાળો 2000-2010 નો સૂચવાયો હતો. એમ સૂચવાયું હતું કે તબક્કા દરમિયાન અણુશસ્તના ખડકલામાં ઘટાડો કરવો અને દેશો વચ્ચે પારસ્પરિક વિશ્વાસ વધારવો. આ પગલાંઓમાં અણુશસ્ોને પ્રહાર કરવાનાં યંત્રોથી અલગ કરવાનાં હતાં અને અણુબૉમ્બનું વહન કરતાં મિસાઈલોનો વધતા-પ્રમાણમાં સમતોલ ઘટાડો કરવાનો હતો.
ત્રીજા તબક્કાનો ગાળો 2010 થી 2020 સૂચવાયો હતો. આ ગાળા દરમિયાન અણુશસ વિનાનું વિશ્વ બનાવવું અને વિશ્વમાં સલામતી માટેની સહકારી પદ્ધતિ વિકસાવવી એવું સૂચન હતું. સ્વાભાવિક રીતે જ અણુદેશો આ સૂચનો સ્વીકારવા રાજી ન હતા. તેમની મકસદ વિશ્વને અણુશસ્ત્રો વિનાનું બનાવવાની નથી પણ અન્ય દેશોને અણુશસ્રો બનાવતાં અટકાવવાની અને પોતાનો અણુશસ્રોનો ઈજારો જાળવી રાખી પોતાનાં વ્યૂહાત્મક રાજકીય અને આર્થિક હિતા જાળવવાં તેમ જ વધારવાં અણુ-બ્લૅકમેલ કરવાની છે.
પાકિસ્તાને પણ સી. ટી. બી . ટી. પર સહી કરવાની ના પાડી. તેણે એવું બહાનું આગળ ધર્યું કે જ્યાં સુધી ભારત સહી ન કરે ત્યાં સુધી તે સહી કરશે નહીં. આ દલીલ માત્ર બહાનું છે. પાકિસ્તાનની નીતિ ભારત-વિરોધ પર ઘડાયેલી છે. પાકિસ્તાનના એરચીફ માર્શલ ઝુલ્ફ્રીકાર અલીખાને પાકિસ્તાનની સલામતી અને અણુવિકલ્પ અંગ એક પેપર પ્રસિદ્ધ કર્યું છે. તેમાં પાકિસ્તાન શા માટે સી. ટી. બી. ટી. પર સહી કરતું નથી તેનાં કારણો છતાં થાય છે.
આ કરાર અણુ- નિ:શાસ્ત્રીકરણ અંગે સમયબદ્ધ કાર્યક્રમરહિત હોવાને કારણ પાકિસ્તાનનો વિરોધ નથી. ઝુલ્ફીકાર અલીખાન લખે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે પરંપરાગત શસ્ત્રો બાબતમાં પૂરી ન શકાય તેટલા મોટો તફાવત છે અને તે પૂરવાનો પ્રયાસ પાકિસ્તાન માટે આર્થિક કટોકટી પેદા કરનારો સાબિત થશે. આ સ્થિતિમાં અણુ-ડિટરન્સ જ પાકિસ્તાનને ઉગારી શકે. શીતયુદ્ધ દરમિયાન પાકિસ્તાનને મહત્ત્વ આપી મિત્રતા રાખનારા દેશો મોળા પડયા છે તે કમી પણ અણુશસ્ત્રો પૂરી કરી શકે.
ત્રીજું કારણ તે એવું આપે છે કે પાકિસ્તાન ભારત કરતાં નાનો દેશ છે અને તેની પાસે અણુશસ્ત્રો હોય તો ભારતીય ઉપખંડમાં તેને મહત્ત્વના દેશનું સ્થાન મળી શકે. ચોથું કારણ એ આપે છે કે અણુશસ્ત્ર વિનાના પાકિસ્તાનનું ભારતીય ઉપખંડમાં-મહત્ત્વ ન રહેવાની સાથે સાથે તે અમેરિકા અને વિશ્વના અન્ય દેશો માટે અપ્રસ્તુત બની.
આના ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાનના સી. ટી. બી. ળ.ના વિરોધને ભારતના સિદ્ધાત-આષારિત વિરોધ સાથે કોઈ સંબંધ નથી. ભારતે જિનીવામાં સી. ટી. બી. ટી. કરાર પર સહી કરવાની ના પાડયા પછી યુનોની જનરલ એસેમ્બલીએ ૧૦મી સપ્ટેમ્બર ૧૯૯૬ના રોજ બહમતીએ કરાર પસાર કર્યો અને ર૪મી સપ્ટેમ્બરથી સહી કરવા માટે ખુલ્લો મૂકયો. અણુદેશો ઉપરાંત મોટા ભાગના દેશોએ તેની ઉપર સહી કરવા છતાં સી. ટી. બી. ટી. કરાર સંપૂર્ણપણે અમલી બનતો નથી અને તેનાથી ભારતનો અણુવિકલ્પનો અધિકાર કુંઠિત થતો નથી.
CDBT કરારની 14 મી કલમમાં તેને અમલી બનાવવા માટે પાંચ અણુદેશો સહિત 44 દેશોની સહી અનિવાર્ય છે. પાંચ અણુદેશો ઉપરાંત પાંચ અણુદેશ બનવાને આરે આવીને ઊભેલા ભારત, પાકિસ્તાન અને ઈઝરાયલની અનુમતિ વિના આ કરારને અમલી સ્વરૂપ આપી શકાય નહીં.
આ કરારમાં એવી પણ જોગવાઈ છે કે જો તેની ઉપર ચુમાળીસ દેશોની સહી ન થાય તો ચાર વર્ષ સુધી તે માટ પ્રયત્ન કરવો અને તે મુદત વીત્યે નિ:શહસ્ત્રીકરણના પરિષદની બેઠક ફરીથી બોલાવવી. આ પરિષદમાં સર્વસંમતિથી આંતરરાષ્ટ્રીય કાનૂન સાથે સુસંગત એવા પ્રકારનાં પગલાં ભરવાનું નક્કી કરી બધાની સહી મેળવવી. ચાર વર્ષ પછીની આવી પરિષદમાં પણ ભારત સંમત ન થાય તો સર્વસંમતિની શરત પૂરી થતી ન હોવાને કારણે કશો નિર્ણય લેવો શકય નહીં બને.
અણુ-નિ:શહસ્ત્રીકરણના સમયબદ્ધ કાર્યક્રમને સી. ટી. બી. ટી. કરાર સાથ સાંકળવાના ભારતના સૂચનને ખુદ અમેરિકામાંથી સમર્થન મળવા માડચું છે. અમેરિકાના નિવૃત્ત લશ્કરી જનરલો, એડ્મિરલો, અને પ્રમુખના ભૂતપૂર્વ મંત્રીઓએ સંયુક્ત નિવેદનમાં માગણી કરી છે કે અણુશસ્ત્ર ધરાવતા દેશોએ અણુશસ્તમુક્ત વિશ્વની રચના માટે ગંભીરપણે
પ્રયાસ હાથ ધરવા જોઈએ. તેમની દલીલો પણ ભારતના વિરોધ માટેનાં કારણો જેવી જ છે. સી. ઢી. બી. ટી. કરારની જિનીવામાં ચર્ચા ચાલતી હતી ત્યારે જ ઓસ્ટ્રેલિયાની સરકારે અણુ- નિ:શસ્ત્રીકણ અંગે કૅનબેરા કમિશનની રચના કરી હતી. આ કમિશનમાં પાંચે અણુદેશો અને જાપાન તથા જર્મનીના ભૂતપૂર્વ લશ્કરી જનરલો, એડ્મિરલો, અને અન્ય નામાંકિત નાગરિકો સહિત સાઠ વ્યક્તિઓએ ભાગ લીધો હતો. કમિશને એક હેવાલ તૈયાર કર્યો છે.
આ હેવાલમાં જણાવાયું છે કે વિશ્વને અણુશસમુક્ત કરવા તાત્કાલિક નિશ્ચયાત્મક પગલાં ભરવાં જરૂરી છે. તેમણે પણ આ માટે તબક્કાવાર કાર્યક્રમ ઘડી કાઢવા પર ભાર મૂકયો છે. એવી કાળજી રાખવાનું સૂચવવામાં આવ્યું છે કે જેથી આ પ્રક્રિયાને અંતે કોઈ પણ દેશને એમ ન લાગે કે સંપૂર્ણ અણુ-નિઃશસ્ત્રીકરણથી તેની સલામતી માટે ભય ઊભો થશે. આને માટે તબક્કાવાર અણુશસ્ત્ર ઘટાડાનો અને બધા જ તેવો ઘટાડો કરે છે તેની ચકાસણીનો કાર્યક્રમ ઘડી કાઢવો જોઈએ. તેમનાં આ સૂચનો ૧૯૮૮માં ત્યારના ભારતીય વડા પ્રષાન રાજીવ ગાંધીએ યુનોની જનરલ એસેમ્બલીમાં કરેલાં સૂચનોને મળતાં છે.
કૅનબેરા કમિશનનો હેવાલ એ વાત પ્રત્યે ષ્યાન દોરે છે કે માત્ર ચોડાક જ દેશો પાસે અણુશસ્રો -છે અને તેઓ કહે છે કે આનાથી સલામતી મળે છે અને તેથી તેઓ એ શસ્ત્રો જાળવી રાખવાનો આગ્રહ રાખે છે. ગણતરીના દેશો પાસે અણુશસ્ત્રો હોય અને વિશ્વના મોટા ભાગના દેશો પાસે ન હોય તેવો ભેદભાવ ચાલુ રાખી રાકાય નહી. આને કારણે અન્ય દેશોને પણ અણુશાસ્ત્રો બનાવવા માટે ઉત્તેજન મળે છે.
આ કમિશનમાં હાજરી આપનાર અમેરિકાના વ્યૂહાત્મક હવાઈ દળના વડા જનરલ જોર્જ લી બટલર હતા. તેમણે અમેરિકામાં અણુમુક્ત વિશ્વ માટેની ઝુંબેશ શરૂ કરી છે. વૉરિગ્ટનની નેશનલ ડિફેન્સ યુનિવર્સિટીમાં પણ ભૂતપૂર્વ જનરલો અને એડ્મિરલોએ તૈયાર કરેલા કૅનબેરા કમિશન હેવાલની ચર્ચા થઈ રહી છે. જનરલ બટલરે યોર્ક ટાઈમ્સને આપેલી મુલાકાતમાં કહ્યું છે કે દેશભરમાંથી તેને અખબારી મુલાકાતો, સેમિનારોમાં પ્રવચનો અને સભાઓમાં બોલવા અસંખ્ય નિમંત્રણો મળ્યાં છે. અણુશસ્ત્મુક્ત વિશ્ચઆંદોલનને સમર્થન આપનારાઓસમાં ભૂતપૂર્વ સંરક્ષણ મંત્રી રોબર્ટ મેકનામારા પણ છે. તે કહે છે કે આવતાં ચાર વર્ષોમાં આ ટ્રેન્ડ (ઝોક) રાષ્ટ્રીય આંદોલન બની જશે.
રૉકફેલર ફાઉન્ડેશન અણુશસ્મુક્ત વિશ્વની ઝુંબશને સંપૂર્ણ સમર્થન આપી રહ્યું છે. ફોર્ડ ફાઉન્ડેશન આંશિક સમર્થન આપી રહ્યું છે. આ આંદોલન વિસ્તરતું જાય છે. અણુશસ્ત્રમુક્ત વિશ્વની માગણી કરનારાઓ ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળના વડા રહી ચૂકચા છે. તેઓ અણુશસ્રોના ખતરાઓ સુપેરે જાણે છે. તેઓ અણુશસ્ત્રો જેમની પાસે છે તેમની તે જાળવી રાખવાની જરૂરિયાત અંગેની એક પણ દલીલ સ્વીકારવા તૈયાર નથી. તેઓ કહે છે કે જે લોકોએ ડઝનેક વખત અણુબૉમ્બનો ઉપયોગ કરવાનું વિચાર્યું હતું તે લોકો વાસ્તવિકતા સાથેનો સંપર્ક ગુમાવી બેઠા છે.
આ જૂથના છત્રીસ અમેરિકન અને રશિયન લશ્કરી જનરલો અને એડ્મિરલો, વ્યૂહાત્મક હવાઈ દળના બે વડાઓ અને નાટો દળના બે ભૂતપૂર્વ સુપ્રીમ કમાન્ડરો અણુશસ્રો સાથેના તેમના અનુભવો પછી અણુશસ્ોનાં ઔચિત્ય અને આવશ્યકતાને પડકારી રહ્યા છે. તેમનો સ્પષ્ટ મત છે કે અણુશસ્રો મૂળભૂત રીતે ભયંકર, અત્યંત ખર્ચાળ , લશ્કરી દષ્ટિએ બિનકાર્યક્ષમ અને નૈતિક રીતે બચાવ ન કરી શકાય તેવાં છે. તેમના મતે અમેરિકા, રશિયા, બ્રિટન અને ફ્રાન્સના શાસકો બેજવાબદાર અને અણુશસ્રોની વાસ્તવિકતાથી જોજનો દૂર છે. આ દેશો તેમના પોતાના જ લશ્કરી નિષ્ણાતોની સલાહ સ્વીકારવા તૈયાર નથી.
ભારતમાં પણ સર્વગ્રાહી અણુવિસ્ફોટ પ્રતિબંધ કરાર (સી. ટી. બી. ઢી.) અને અણુ-નિઃશસ્ત્રીકરણને જોડતા ભારતના વલણની ટીકા કરનારાઓ છે. અમેરિકાની જેમ જ તેઓ પણ ભારતની આ માગણીને અવ્યવહારુ ગણે છે અને તેને કારણે ભારત વિશ્વમાં અટૂલું પડી જશે એમ માને છે. અમેરિકા અને રશિયાના ભૂતપૂર્વ સર્વોચ્ચ લશ્કરી અધિકારીઓ જ્યારે ભારતની જેમ જ તબક્કાવાર સંપૂર્ણ અણુ- નિ:શસ્ન્રીકરણ માગી રહ્યા છે અને ઝુંબેશ ચલાવી રહ્યા છે તેને લક્ષમાં રાખી ભારતની નીતિને અવ્યવહારુ અને ભારતને અહટૂલા પાડનારી ગણાવનારાઓ માટે ફેરવિચારણા કરવાની આવશ્યકતા ઊભી થઈ છે.
ભારતની સમયબદ્ધ અણુ નિઃશસ્ત્રીકરણની માગણીને અવ્યવહારુ ગણનારાઓએ ભૂલવું ન જોઈએ કે પ્રારંભમાં અવ્યવહારુ ગણાયેલી માગણીઓ પાછળથી આવશ્યક અને આવકાર્ય ગણાવાના અસંખ્ય દૃષ્ટાંતો ઈતિહાસમાંથી મળી આવશે. ઈતિહાસમાં સૌથી મોટા અને શક્તિશાળી સામ્રાજ્યને પડકારનાર મહાત્મા ગાંધીને અવ્યવહારુ ગણનારાઓ પણ હતા.
પણ અંતે ગાંધીજી શક્તિશાળી સામ્રાજ્યને નમાવી ભારતને સ્વતંત્ર બનાવવામાં સફળ થયા હતા. માર્ટિન લ્યુથર કિંગે જ્યારે એમ કહ્યું કે તેઓ રંગભેદ વિનાના સમાજમાં જીવવાનું સ્વપ્ન સેવે છે ત્યારે તેને અવ્યવહારુ ગણાવનારાઓની સંખ્યા નાની ન હતી. દક્ષિણ આફ્રિકાની શક્તિશાળી રંગદ્વેષી સરકાર વિરુદ્ધ નેલ્સન મંડેલાએ સંગ્રામ શરૂ કર્યો ત્યારે તે વાસ્તવવાદી અને વ્યવહારુ નથી એમ કહેનારાઓ ઘણા હતા. સત્તાવીસ વર્ષના કારાવાસ પછી નેલ્સન મંડેલા રંગભેદ દૂર કરવા અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ બનવા સફળી થયા છે.
વિશ્ચને મહાવિનાશક અણુશસ્રોના ઓથારમાંથી ઉગારવા ભારત જે અવિરત પ્રચાસો કરી રહ્યું છે તે સરાહનાપાત્ર છે. ભારતની વાત માત્ર આદર્શવાદ નથી. ભારતના બે સરહદી પાડોશીઓ પાસે અણુરાસ્ત્રો છે. આ બંને પાડોશીઓ સાથે યુદ્ધો થઈ ચૂકયાં છે. એક પાડોશી દેશ્ ભારતમાં ત્રાસવાદી પ્રવૃત્તિ ફેલાવવા તાલીમ કૅમ્પો ચલાવે # ત્રાસવાદીઓને શસ્રો અને નાણાં આપે છે.
તેનાં સરહદી દળો ગોળીબારનાં છમકલાં કરતાં રહે છે, આ સ્થિતિમાં ભારત સમક્ષ બે ૦; વિકલ્પ છે. પહેલો વિકલ્પ અણુ નિઃશસ્ત્રીકરણ અને તેમ ન જ થવાનુ હોય તો પોતે પણ અણુશસ્રો ધારણ કરવાં. ભારત બીજા વિકલ્પને પસંદ કરતું નથી. ૧૯૭૪માં પોખરાણ ધડાકો કર્યા પછી ભારત અણુબૉમ્બ બનાવવાથી સ્વૈચ્છિક રીતે દૂર રહ્યું છે, કારણ કે તે અણુશસોનો પ્રારંભથી જ વિરોધ કરતું રહ્યું છે. ભારતને અણુશસ્રો બનાવવાં નથી એટલે જ તે અણુશસ્મુક્ત વિશ્વ માટેની અવિરત ઝુંબેશ ચલાવી હુ છે. ભારતની આ માગણી બળવત્તર થવાની છે અને વિશ્વની પ્રજા અણુસત્તાઓને અણુશસ્તોનો ત્યાગ કરવા વહેલીમોડી ફરજ પાડશે એ નિશ્ચિત છે.
Also Read- ની:શસ્ત્રીકરણ સમસ્યા ગુજરાતી વાર્તા ભાગ-4 (Armament problem Gujarati Story Part-4)
Summary
I hope you liked ની:શસ્ત્રીકરણ સમસ્યા ગુજરાતી વાર્તા (Armament problem Gujarati story) article and also this Gujarati story. You can find the link to all the other parts here. Keep visiting our blog ingujrati.org to get such amazing information.