Giloy in Gujarati with Amazing Information (ગીલોય ને ગુજરાતી માં શું કહેવાય?)

નમસ્તે મિત્રો, આપ સૌનું અમારી વેબસાઈટ Meaning In Gujarati માં સ્વાગત છે. “Giloy in Gujarati with Amazing Information (ગીલોય ને ગુજરાતી માં શું કહેવાય?)” આર્ટિકલ માં આપણે એક નવા શબ્દ વિષે માહિતી મેળવવાના છીએ. આશા રાખું છું, કે તમને આ પોસ્ટ જરૂર ઉપીયોગી લાગશે.

હાલ ટેકનોલોજી સાથે વિકાસ પામતી દુનિયામાં અવનવા રોગો પણ આપણી સામે સમસ્યા બની રહ્યાં છે. અને આવા સમયે લોકો પાછા આયુર્વેદ તરફ વળી રહ્યા છે, તમે જે શબ્દ વિષે ગુજરાતી માં માહિતી મેળવવા માંગી રહ્યા છો તે પણ આયુર્વેદ સાથે જોડાયેલો શબ્દ છે.

ચાલો તો તમારા પ્રશ્ન તરફ આગળ વધીએ, જ્યાં નીચે તમને ગિલોય નો ગુજરાતી માં સચોટ અર્થ તો આપવામાં આવ્યો છે, સાથે સાથે તેના વિષે ઉપીયોગી થોડી માહિતી પણ આપવામાં આવી છે. આ કારણ થી Meaning In Gujarati ની Dictionary બીજી બધી ડીક્ષનરી થી થોડી અલગ અને ગુજરાતી કમ્યુનિટી માટે ઉપીયોગી છે, જ્યાં તમને કોઈ પણ શબ્દ ના અર્થ ની સાથે તેના વિષે માહિતી પણ મળશે.

Also Read- Information About Kalonji In Gujarati (Meaning in Gujarati) – કલોંજી વિશે માહિતી

What is Meaning of Giloy in Gujarati, With Some Useful Information (ગીલોય નો ગુજરાતી માં અર્થ અને તેના વિશે થોડી ઉપયોગી માહિતી)

ગીલોય (ગળો) એ એક આયુર્વેદિક ઔષધી તરીકે વપરાતો છોડ છે, જે નો ઉપીયોગ તમે વિવિધ રોગો ના એક ઘરેલુ ઉપચાર તરીકે કરી શકો છો. હવે તમને ખબર હશે કે આ એક છોડ નું નામ છે. ચાલો તો આ છોડ વિષે વધુ માહિતી મેળવિએ અને ગીલોય ના સેવન થી તમને તમારા સ્વાસ્થ્ય સંબંધિત શું ફાયદા થઇ શકે છે, તે પણ જાણીયે.

What is Meaning of Giloy in Gujarati
What is Meaning of Giloy in Gujarati

Giloy (ગીલોય)- ગળો (આ એક ઔષધિ તરીકે ઉપયોગ થતો છોડ છે.)

તમને એક પ્રશ્ન જરૂર થતો હશે. તમને કઈ કઈ બીમારીઓ છે? અને તેના માટે આયુર્વેદિક ઉપાય મોજુદ છે? જો કે, જો કે આયુર્વેદ ની વાત કરીએ તો આ સારવાર લખો વર્ષ જૂની છે, અને હાલ માં થનારી બધી સમસ્યાઓ નું સમાધાન હજી પણ આયુર્વેદ માં શામિલ છે.

ગિલોય એ આયુર્વેદિક ચિકિત્સામાં ઉપીયોગ માં લેવામાં આવતી એક મહત્તવપૂર્ણ વનસ્પતિ છે. જેનો ઉપીયોગ લોકો લોકો તાવ, અન્ય સામાન્ય રોગો અને ડાયાબિટીસ સહિતની વિવિધ તકલીફો મા સારવાર માટે વર્ષો થી લેતા આવ્યા છે.

Some Useful Information About “Giloy in Gujarati” (“ગીલોય” (ગળો) વિશે થોડી ઉપયોગી માહિતી)

ગિલોય ટિનોસ્પોરા કોર્ડિફોલીઆ કે મેનિસ્પરમેસીથી જાતિ ની એક વનસ્પતિ છે, જે અન્ય ઝાડ પર ઉગે છે. આ છોડ ની વાત કરીએ તો, તે મૂળ ભારતનો છે. પણ તે ચીન અને ઑસ્ટ્રેલિયા અને આફ્રિકાના ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં પણ આ છોડ તમને જોવા મળે છે.

આ છોડ ને આયુર્વેદિક અને પૌરાણિક ચિકિત્સામાં તે એક આવશ્યક અને ખુબ ઉપીયોગી હર્બલ વનસ્પતિ માનવામાં આવે છે, જ્યાં લોકો તેનો ઉપયોગ આરોગ્ય સંબંધિત ઘણા ઉપચાર માટે હજારો વર્ષો થી કરતા આવ્યા છે.

What is Meaning of Giloy in Gujarati
What is Meaning of Giloy in Gujarati

એક મહત્વપૂર્ણ વાત એ છે. કે આ છોડના તમામ ભાગો આયુર્વેદિક દવામાં વપરાય છે. જો કે, આ છોડ ની ડાળીઓ સૌથી વધુ ફાયદાકારક હોવાનું માનવામાં આવે છે. ભારતના આયુર્વેદિક ફાર્માકોપીયાએ દવાના ઉપયોગ માટે આ છોડ ની ડાળીયો ના ઉપીયોગ ને મંજૂરી આપી છે.

વિવિધ વિસ્તારો માં ગિલોયને ઘણા અન્ય નામો, જેમકે ગિલો, ગુડુચી અને અમૃત થી પણ ઓળખવામાં આવે છે. સંસ્કૃતમાં, “ગુડુચી” નો અર્થ એ થાય છે, કે જે સંપૂર્ણ શરીરનું રક્ષણ કરે છે, અને “અમૃત” નો અર્થ અમરત્વ તેવો થાય છે.

Health Benefits of Giloy in Gujarati (ગળો વનસ્પતિ ના આરોગ્ય ફાયદા)

ગિલોય તમને ઘણા રોગો સામે લાડવામાં બેશક મદદ કરી શકે છે. ભારત ના જંગલ માં તમને આ વનસ્પતિ પુષકળ પ્રમાણ માં જોવા મળી શકે છે. આ વનસ્પતિ ના ફાયદા જોઈએ તો તે નીચે પ્રમાણે ના રોગો સામે તમારા શરીર ને રક્ષણ અથવા મટાડવામાં ઉપીયોગી સાબિત થઇ શકે છે.

  • તાવ
  • પેશાબની તકલીફ
  • અસ્થમા
  • મરડો
  • ઝાડા
  • ત્વચા
  • ચામડી ની સમસ્યા
  • રક્તપિત્ત
  • ડાયાબિટીસ
  • સંધિવા
  • કમળો
  • આંખની સ્થિતિ
  • કેન્સર
  • કોલેસ્ટ્રોલ ની સમસ્યા

ગિલોય વનસ્પતિ ના વિવિધ ભાગો અલગ અલગ દવાઓ માટે ઉપીયોગ થાય છે અને ઉપર દર્શાવેલા રોગો સિવાય પણ તમારી અલગ અલગ ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા ને મટાડવા કે નિરાકરણ લાવવા તમારી મદત કરી શકે છે.

ગીલોય (ગળો) માં સમાયેલ ફાયદાકારક સ્ત્રોત ની વાત કરીએ તો ખુબ ચોંકાવનારા છે. આ વનસ્પતિ ના અલગ અલગ ભાગો માં તમને ટેર્પેનોઇડ્સ, એલ્કલોઇડ્સ, લિગ્નાન્સ, સ્ટેરોઇડ્સ જોવા મળશે. ટર્પેનોઇડ્સ એ છોડમાં જોવા મળતા સૌથી વધુ સક્રિય તત્વ નો સૌથી મોટો વર્ગ છે.

તેઓ છોડની સુગંધ, સ્વાદ અને રંગમાં વારંવાર યોગદાન આપતા રહે છે. ટેર્પેનોઇડ સંયોજનો પર ઘણા વૈજ્ઞાનિક પરીક્ષણો થઇ ચુક્યા છે, જે બતાવે છે કે તેમની પાસે એન્ટિમાઇક્રોબાયલ, એન્ટિવાયરલ, એન્ટીકેન્સર અને એન્ટિડિઆબેટીક ગુણધર્મો નું પ્રમાણ વધુ છે.

આલ્કલોઇડ એ એવા સંયોજનો છે, જે કોઈ પણ પ્રકાર ના છોડને કડવો સ્વાદ આપે છે. કોઈ પણ વનસ્પતિ નો ઉપયોગ ઘણી પ્રકારની હર્બલ દવાઓ બનાવવા માટે વધુ થાય છે. આવી દવાઓ લોહિનુ દબાણ, દર્દ માં રાહત, કેન્સર, મેલેરિયા, આંતરડાના રોગો માટે ખુબ અસર કારક સાબિત થાય છે.

Health Benefits of Giloy in Gujarati
Health Benefits of Giloy in Gujarati

એલ્કલોઇડ્સ એ ખુબ શક્તિશાળી રસાયણો માનું એક છે. જાણવા જેવી વાત એ છે, કે પ્રાચીન કાળથી, લોકો આલ્કલોઇડ્સનો ઉપયોગ બિમારીઓ સાથે લડવા ના ઉપાય અને ઝેર તરીકે કરતા આવ્યા છે.

લિગ્નાન્સ એ સંયોજનો છે, જે મોટે ભાગે રેસાવાળા છોડમાં વધારે જોવા મળે છે. તેઓ વાયરસ, ફૂગ અને અન્ય સુક્ષ્મજીવાણુઓ ને વધતા અટકાવવા માટે ખુબ જાણીતા છે. આવા સંયોજનો કેટલાક પ્રકારના કેન્સર કોષોની વૃદ્ધિ ધીમી કરી શકે છે અથવા તેવા કોષો ને મારી પણ શકે છે.

ગિલોય ના છોડના સ્ટીરોઇડ સંયોજનો થી પણ તમને સ્વાસ્થ્ય લાભ થઇ શકે છે. આ કેમિકલ્સ તમને ત્વચા આરોગ્ય, કોઈ પણ પ્રકારના ઘા પર રુજ જલ્દી લાવવા, રક્તવાહિની આરોગ્ય સુધારવા ખુબ મદદરૂપ સાબિત થાય છે. અન્ય ફાયદા જોઈએ તો તમારા લોહીમાં કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટાડવામાં પણ આ વનસ્પતિ તમને મદદ કરી શકે છે.

How to use Gilloy (ગિલોયનો – ગળો ઉપયોગ કેવી રીતે કરવો.)

  • તમારી આસપાસ ના આયુર્વેદિક દવા ના સ્ટોર પર તમને ગિલોય ની ગોળીઓ અથવા કેપ્સ્યુલ સ્વરૂપમાં આસાની થી મળી શકે છે. જે તમને યોગ્ય માત્રા માં લઇ શકો છો. દવા ના પેકેટ ઉપર પણ તમને કેટલી માત્રા માં લેવી તેના વિષે માહિતી મળી જશે.
  • તમે સુકા ગિલોય પાવડર તેમજ મૂળ અને ડાળીઓ માથી બનાવેલ રસ પણ ખરીદી તેનો ઉપીયોગ કરી શકો છો. રસ કે પાવડર નો ઉપયોગ કરવા માટે જરૂરી માત્ર પાણી સાથે ભેળવી અને પીવી.
  • જો તમારા ચામડી ના રોગ બાબતે ગીલોય (ગળો) નો ઉપીયોગ કરવા માંગતા હોવ તો, તમને આ વનસ્પતિ ના ભાગો માંથી બનાવેલ હર્બલ ક્રીમ આયુર્વેદિક દવા ના સ્ટોર પર મળી જશે.
  • ઘણા લોકો ભારતમાં આયુર્વેદિક દવા સહિત પરંપરાગત દવાઓમાં ઘણાં વર્ષોથી ગિલોય વનસ્પતિ નો ઉપયોગ કરે છે. તે તમને જરૂર મદદરૂપ થઈ શકે છે, જો તમે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારવા માંગતા હો, થવા સુગર ની માત્રા નું નિયમન કરવા માંગતા હોય તો.
  • ચામડી ની એલર્જીના લક્ષણો અથવા ખંજવાળ કે ફોલ્લીઓ પર ગીલોય (ગળો) ની ક્રીમ લગાવી શકાય. આ બાબતે એલોવેરા પણ ખુબ અસરકારક છે.

Caution when using Giloy (ગિલોય – ગળો ના ઉપીયોગ વખતે સાવચેતી)

તંદુરસ્ત લોકોમાં ગિલોય સાથે સંકળાયેલા કોઈપણ જોખમો હોવાનું લાગતું નથી, ત્યાં સુધી તમે તેના ઉત્પાદક દ્વારા લગાવવામાં આવેલા લેબલ પર અથવા આરોગ્ય નિષ્ણાત દ્વારા સૂચવેલા ડોઝ પ્રમાણે લો છો.

કારણ કે આ છોડ માં બ્લડ શુગર ઓછી કરવાની સંભાવના છે, જો તમે ગ્લુકોઝ ઓછું કરવા માટે દવાઓ લેશો તો તમારે આ ઐષધી થી સાવધ રહેવું જોઈએ. તમને બ્લડ સુગરમા કોઈ પણ પ્રતિક્રિયા થઇ શકે છે.

આ છોડ ના સેવન થી રોગપ્રતિકારક શક્તિ પર તેની ઉત્તેજક અસર થાય છે, જેથી અમુક રોગ ગ્રસ્ત ને આડ અસર થઇ શકે છે.

ગિલોય વનસ્પતિ ગર્ભવતી મહિલા અથવા સ્તનપાન કરાવતી મહિલા માટે આગ્રહણીય નથી. આ એટલા માટે છે, કારણ કે તેવી મહિલાઓ માં આ વનસ્પતિ કેવી રીતે કાર્ય કરે છે, તે વિશે હાજી પૂરતી જાણકરી નથી. કોઈ પણ નજીક ના આયુર્વેદિક હેલ્થકેર નિષ્ણાંત સાથે વાત કરો જો તમે તેને લેવાનું વિચારી રહ્યાં છો.

આવી હર્બલ વનસ્પતિ અમુક દવાઓ સાથે મિશ્રણ શકે છે, જેનાથી તમારા શરીર માં અનિચ્છનીય આડઅસર કરી શકે છે. બીજી કોઈ દવા ખાતા હોય તો આયુર્વેદિક હેલ્થકેર નિષ્ણાંત ની સલાહ એક વાર જરૂર લો.

FAQ

What is Giloy called in Gujarati?

Giloy is called “Gallo” (ગળો) in Gujarati.
ગિલોયને ગુજરાતીમાં “ગળો” કહે છે.

Giloy na fayda gujarati Ma

આવી દવાઓ લોહિનુ દબાણ, દર્દ માં રાહત, કેન્સર, મેલેરિયા, આંતરડાના રોગો માટે ખુબ અસર કારક સાબિત થાય છે.

Disclaimer

જેમ કે તમને ખબર છે. આ એક આયુર્વેદિક વનસ્પતિ છે. ગિલોય નો ઉપીયોગ અને માત્રા વિષે તમારે તમારા નજીક ના આયુર્વેદિક વિષેશજ્ઞ ની સલાહ લેવી ખુબ જરૂરી છે. અહીં ફક્ત તમને આ વનસ્પતિ વિષે જરૂરી માહિતી આપવામાં આવેલી છે.

Summary

તો મિત્રો, “Giloy in Gujarati with Amazing Information (ગીલોય ને ગુજરાતી માં શું કહેવાય?)” આર્ટિકલ માં તમને તમારા પ્રશ્ન વિષે જરૂર માહિતી મળી હશે અને ગિલોય નો અર્થ શું છે, તેના વિષે પણ માહિતી મળી હશે. આવા જ અવનવા શબ્દો નો ગુજરાતી માં અર્થ જાણવા અમારી વેબસાઈટ ની મુલાકાત જરૂર લેતા રહો.

Leave a Comment