3 Amazing Gujarati Story For Kids

Hello Friends, welcome to our blog ingujarati.org. Today we will going to see 3 Amazing Gujarati Story For Kids, which is very interesting and may be like it very much. Below you will find 3 Gujarati stories which are short and beautiful.

Gujarati Story For Kids

In a few years our lives are moving towards the digital path, but children still love listening to stories. Our blog has created a special category for children where you will find new useful content. You will find 3 very popular Gujarati story for children in this page. The story is short so you won’t have much time to read.

Also Read- “સરકાર” ગુજરાતી વાર્તા ભાગ-5

Ant and Pigeon Gujarati Story for Kids

કીડી અને કબૂતર ગુજરાતી વાર્તા બધા બાળકો ને ખુબ ગમતી હોય છે અને હજી પણ બાળકો આ વાર્તા સાંભળે છે. ચાલો તો વાર્તા ની શરૂવાત કરીએ. એક જંગલ હતું જેમાં એક મોટી નદી વહેતી હતી. નદી કિનારે એક મોટું વૃક્ષ હતું. વૃક્ષ પર કબૂતર નો માળો હતો જ્યાં કબૂતર અને તેનું પરિવાર શાંતિ થી રહેતું હતું.

જંગલના બધા પ્રાણીઓ ત્યાં હસી ખુશી થી રહેતા. ઉનાળા ની ઋતુ પૂરી થઇ હતી અને ચોમાસા ની શરૂવાત થઇ હતી. આખું જંગલ લીલું છમ જેવું કે ધરતી એ લીલી ચાદર ઓઢેલી હોય. એક વાર વરસાદ ખુબ પડ્યો અને નદી માં મોટા જથ્થા માં પાણી વહેવા લાગ્યું. વરસાદ ના કારણે કબૂતર અને તેનું પરિવાર જાડવા પાર બેસી અને અદભુત નજરા નો આનંદ લેતું હતું.

ત્યાં કબૂતર ની નજર નદી માં એક કીડી પર પડી, કીડી નદી ના પાણી માં તણાતી હતી. કીડી એ કિનારે પહોંચવાની ખુબ કોશિશ કરી પણ પહોંચી શકતી ના હતી. કબૂતર ને કીડી પાર દયા આવી અને તેને લાગ્યું કે કીડી ને બચાવવી જોઈએ નાહિતો તે મરી જશે. કબૂતર ને થયું પણ કરવું શું?

pigeon and ant Gujarati Story For Kids
Pigeon and ant Gujarati Story For Kids

કબૂતર તો પાણી માં જય ના શકે, કબૂતર ને એક યુક્તિ સુજી. તેને જડ પર થી એક પાંદડું તોડ્યું અને તેને ચાંચ માં લઇ કીડી પાસે ફેંકી દીધું. કીડી ઝડપથી તે પાંદડા પાર ચડી ગઈ અને કિનારા સુધી પહોંચી. હવે કીડી ને હાશકારો લાગ્યો. તે જડ પાર ચડી અને કબૂતર ને મળી. કિડી એ કબૂતર નો આભાર માન્યો અને કીધું કે આજ તમે મદત્ત ના કરી હોત તો હું જીવતી ના હોત.

કબૂતર એ કહ્યું ના આ મારુ કામ નથી, ઉપરવાળા એ જેને મદત્ત કરવાનું કામ સોંપે તેને તે કામ કરવું જોઈએ. કીડી ચાલી ગઈ અને કબૂતર તેના પરિવાર માટે જમવાનું શોધવા નીકળી પડ્યું. થોડા દિવસો વીતી ગયા. જંગલ માં એક શિકારી આવી પહોંચ્યો. તેને આજ સારા શિકાર ની તલાશ હતી. કબૂતર જડ પર બેઠું હતું.

શિકારી હાલતો હાલતો આગળ નદી પાસે પહોંચ્યો ત્યાં તેની નજર જાડ પર બેસેલા કબૂતર પર ગઈ. તેને થયું આજ તો આ કબૂતર નો શિકાર જરૂર કરવો જોઈએ. તે સંતાઈ ગયો અને તેનું તિર અને કમાન બહાર કાઢ્યું. કબૂતર ને આ વાત ની ખબર નહિ, એ તો શાંતિ થી જડ પાર બેઠયું હતું.

કીડી પણ ત્યાં આસપાસ ખોરાક ની શોધ માં ફરતી હતી અને તેની નજર પેલા શિકારી પાર પડી. શિકારી એ સંતાઈ ને કબૂતર પાર નિશાન લીધું. કીડી ને આ વાત ને જાણ થઇ અને તેને થયું કે કૈક કરવું જોઈએ નહિ તો શિકારી કબૂતર ને મારી નાખશે. કબૂતર એ મારી પણ એક વાર જાન બચાવેલી છે. કીડી તરત શિકારી ના પગ પાર ચડી ગઈ અને શિકારે ને જોરથી બચકું ભર્યું. શિકારી નું ધ્યાન ભંગ થયું અને તે નિશાન ચુકી ગયો.

કબૂતર ને ખતરો જણાતા તે પણ ઉડી ગયું. શિકારી નિરાશ થઇ અને બીજા શિકાર ની શોધ માં ચાલ્યો ગયો. કબૂતર પાછું આવ્યું. તેને ત્યાં કીડી ને જોઈ અને મદત્ત બદલે તેનો કબૂતરે આભાર માન્યો. કીડી અને કબૂતર પાક્કા દોસ્ત બની ગયા. બને પોતાના ઘર તરફ ચાલ્યા ગયા અને જીવન શાંતિ થી વિતાવવા લાગ્યા. આશા રાખું છું કે તમને કબૂતર અને કીડી ની વાર્તા માં મજા આવી હશે અને કૈક જરૂર નવું શીખવા મળ્યું હશે.

Akbar Birbal Gujarati Story for Kids

 નમસ્તે મિત્રો, આજે આપણે અકબર બીરબલ ની એક વાર્તા જોવાના છીએ જેમાં બાળકોને ખુબ જ મજા આવશે. એક બહુ મોટું સામ્રાજ્ય હતું, જેમાં અકબર રાજા હતો અને બીરબલ તેનો ખૂબ જ ચતુર મંત્રી હતો. રાજ્યમાં કોઈ પ્રશ્નો ઉદ્ભવે તો બિરબલ તેને ચતુરાઈથી ખૂબ જ સારી રીતે નિરાકરણ લાવતો. રાજ્યમાં બે મિત્રો હતા, બંને મિત્રો ખેતી કરતા હતા.

એક દિવસ તે બંને પોત પોતાના ખેતરે ભેગા થયા, તે બંનેના ખેતર એકબીજાની આસપાસ હતા. એક મિત્ર બીજા મિત્રને કીધું કે મારે પૈસાની હાલ જરૂર છે તું મને મદદ કર, એક મહિના પછી તને હું તારા પૈસા પાછા આપી દઈશ. મિત્ર મદદ કરવા તેને પૈસા ઉછીના આપી દીધા. એક મહિનો વીતી ગયો અને પેલો મિત્ર પૈસા માગવા તેના મિત્રના ઘરે ગયો. બીજા મિત્રો એ કીધું કયા પૈસા આપણે તો કંઈક પૈસાની લેવડદેવડ થયું જ નથી અને તેને પૈસા આપવાની ના પાડી દીધી.

પેલો મિત્ર ઇન્સાફ માટે રાજાના દરબારમાં ગયો અને પૂરી વાત અકબર અને બીરબલની જણાવી. અકબરે બીજા મિત્રોને બોલાવ્યા, બન્ને સામ સામે ઊભા રાખી પ્રશ્નોનું નિરાકરણ લાવવા કહ્યું. બીજા મિત્રે સાફ ના પાડી દીધી કે મેં તેની પાસેથી પૈસા લીધા નથી. તેણે બંનેને કહ્યું તમે જ્યારે પૈસાની લેવડ-દેવડ કરી ત્યારે કોઈ હાજર હતું, તમારી પાસે કોઈ માણસ છે આ બાબતની મને ગવાહી આપે.

મિત્ર એ કે તુમ હમે તો ખેતરે ઉભા હતા અને અને પૈસા આપ્યા હતા ત્યાં બસ એક વૃક્ષ છે. બીરબલ એ તેનું મગજ દોડાવ્યુ, પેલા મિત્રને કહ્યું જા ને જઈને   ઝાડને કે અકબર ને કામ છે મહેલમાં પધારે. મિત્રના ચલાવતા તેણે કહ્યું બિરબલ ઝાડ તો ચાલી ને કઈ રીતે આવી શકે. બીરબલે કહ્યું અકબર નો હુકમ છે ઝાડને પણ ચાલી ને આવું પડશે. પૈસા આપ્યા હતા એ મિત્ર ઝાડ ને બોલાવવા ગયો, ઘણો સમય થઈ ગયો પણ તે પાછો ના આવ્યા. બીરબલ બીજા મિત્રને પૂછ્યું આ માણસને કેમ આટલી બધી વાર લાગી હશે.

મિત્ર જવાબ આપે ઝાડ અહીં થી 10 કિલોમીટર દૂર છે તો આપવામાં વાર તો લાગશે જ ને, બીરબલે તેને પકડી લીધી. બીજો મિત્ર પાછો આવ્યો અને તેણે બિરબલને કહ્યું મેં ઘણું કીધું પણ ઝાડ આવ્યો નહીં. બીરબલ કહે કોઈ વાંધો ને તારી પહેલા જ અહીં આવી અને મને પૂરી વાત કરી દીધી.

પૈસા લીધા હતા તેને બીરબલે કહ્યું, તે પૈસા નથી લીધા તો તને કેમ ખબર કે તે ઝાડ અહીં થી 10 કિલોમીટર દૂર છે. તારી ચોરી પકડાઈ ગઈ છે, તું અને બે દિવસમાં પૈસા પાછા આપી દેજે નકર તને કેદમાં કરવામાં આવશે. નવા પ્રશ્નનો પણ બીરબલની ચતુરાઈથી વ્યાકરણ આવે અને અકબર ખૂબ ખુશ થયા.

 આશા રાખું છું તમને અકબર બિરબલની વાર્તા ખૂબ ગમી હશે અને આવી જ અવનવી વાર્તા માટે અમારા બ્લોગની મુલાકાત લેતા રહો. આ વાર્તામાંથી તમને ઘણું શીખવા પણ મળ્યું હશે છે તમારે યાદ રાખવાનું છે.

Lion Gujarati Story for Kids

એક જંગલ હતું તેમાં એક સિંહ રહેતો હતો તે જંગલ નો રાજા હતો. બધા પ્રાણીઓ ત્યાં હસી ખુશી થી રહેતા. એક દિવસ સિંહ સૂતો હતો ત્યાં ઉંદર આવી પહોંચ્યો અને સિંહ ઉપર કુદકા મારવા મંડ્યો, તેને રમવા ની ખુબ મજા આવી. સિંહ ની નીંદર ખરાબ થઇ અને તે જાગી ગયો, એક પંજા સાથે તેણે ઉંદર ને ડબોચી લીધો, ઉંદર ખુબ ડરી ગયો અને ધ્રુજવા લાગ્યો.

સિંહ કહે ઉંદર તારી એટલી હિમ્મત તે મારી ઊંઘ બગાડી. ઉંદર કહે મહારાજ મને માફ કરી દો, મારાથી ભૂલ થઇ ગઈ હવે આવી ભૂલ નહિ થાય અને મને જવા દો. સિંહ માન્યો નહિ અને કહ્યું તને આની સજા મળશે. ઉંદર કહે મહારાજ મારા જેવા નાના જાનવર થી ક્યાં તમારું પેટ ભરવાનું છે, ખોટી મહેનત થશે અને સમય આવતા હું તમારી જરૂર મદત કરીશ.

સિંહ હસવા લાગ્યો અને કહ્યું, તું હવે મારી મદત કરીશ. સિંહ ને દયા આવી તેને ઉંદર ને જાવા દીધો અને કહ્યું હવે એવું કામ ના કરતો કે કોઈને મુશ્કેલી થાય. ઉંદર એ સિંહ નો આભાર માન્યો અને ત્યાંથી ચાલ્યો ગયો. થોડા દિવસ વીતી ગયા અને જંગલ માં શિકારી શિકાર કરવા આવ્યા. તેને એક એક જાળ પાથરી.

સિંહ જંગલ માં ફરતો હતો અને તે જાળ માં ફસાઈ ગયો. તે જોર જોર થી રાડો પાડવા લાગ્યો અને તડફડિયા મારવા લાગ્યો પણ જાળ માંથી છૂટી શક્યો નહિ. ઉંદર ત્યાં આસપાસ ફરતો હતો અને સિંહ નો અવાજ સાંભળી સિંહ પાસે ગયો.

ત્યાં જોયું તો સિંહ ફસાયેલો હતો, તેને તેના તીક્ષ્ણ દાંત વડે જાળ કાપી નાખી અને સિંહ ને છોડાવ્યો. સિંહ ને શાંતિ થઇ અને તેને ઉંદર નો આભાર માન્યો. સિંહ એ કહ્યું મારી ભૂલ હતી કે મને લાગ્યું કે તારી જેવું નાનું જાનવર મારી શું મદત કરી શકે.

તે બંને ખુબ સારા મિત્રો બની ગયા અને તે રોજ સિંહ પાસે રમવા આવતો. તે સિંહ ની પીઠ પર કૂદતો અને સિંહ અને ઉંદર બંનેને ખુબ મજા આવતી. જંગલ નું જીવન ફરીથી રાબેતા મુજબ ચાલવા લાગ્યું.

Summary

I hope you like 3 Amazing Gujarati Story For Kids article and Keep visiting my blog for such fun and useful information. Here you will find regular updates of such information

Leave a Comment