101+ શબ્દ સમૂહ માટે એક શબ્દ ગુજરાતી (Shabd Samuh Mate Ek Shabd)

નમસ્તે મિત્રો આપ સૌ નું અમારી વેબસાઈટ ingujarati.org માં ખુબ ખુબ સ્વાગત છે. આજે આપણે કે ગુજરાતી વ્યાકરણ સબંધિત ટોપિક વિષે વાત કરવાના છીએ જે આર્ટિકલ નું નામ છે, “101+ શબ્દ સમૂહ માટે એક શબ્દ ગુજરાતી (Shabd Samuh Mate Ek Shabd).” આશા રાખું છું કે બધાને આ આર્ટિકલ ખુબ ગમશે અને જરૂર થી કૈક નવું જાણવા મળશે.

Advertisement
Advertisement
Advertisement

જો તમે સ્પર્ધાત્મક પરીક્ષા ને લગતી તૈયારી કરી રહ્યા છો, તો તમારા માટે આ આર્ટિકલ ખુબ ઉપીયોગી છે. કેમકે કોઈ પણ પરીક્ષા માં શબ્દ સમૂહ માટે એક શબ્દ વિષે નો એકાદ પ્રશ્ન તો જરૂર હોય જ છે. અહીં તમને આ માહિતી સાથે સાથે PDF ફાઈલ પણ મળી જશે જેમાં 500 થી વધુ શબ્દો ને શામિલ કરવામાં આવ્યા છે.

Must Read- Gujarati Virudharthi Shabd, Gujarati Virodhi Shabd List, Dictionary, Free PDF 2021

ગુજરાતી માં શબ્દ સમૂહ માટે એક શબ્દ- વ્યાકરણ (Shabd Samuh Mate Ek Shabd in Gujarati)

ગુજરાતી આપણી માતૃ ભાષા છે અને આજે પણ આપણે રોજિંદા જીવન માં આ ભાષા નો જ ઉપીયોગ કરીએ છીએ. કોઈ પણ ભાષા નું મૂળ તે ભાષા નું વ્યાકરણ હોય છે અને ગુજરાતી ભાષા માં પણ વ્યાકરણ ખુબ વિસ્તૃત છે. જેથી આપણે બાળપણ થી જ બધા ધોરણ માં ગુજરાતી વ્યાકરણ શીખીએ છીએ.

શબ્દ સમૂહ માટે એક શબ્દ ની વાત કરીએ તો આ વિષય પણ આપણા માટે ખુબ ઉપીયોગી છે અને હાલ પણ ઘણા લોકો આવા શબ્દો નો ઉપીયોગ કરે છે. કદાચ તમે પણ આ સૂચિ માં આપેલા શબ્દો માનો કોઈ શબ્દ તો જરૂર બોલતા હશો. અહીં તમને તે શબ્દો ના અર્થ પણ સાથે સાથે આપવામાં આવ્યા છે જેથી કોઈ શબ્દ ની સમજણ તમને સરળતા થી પડશે.

શબ્દ સમૂહ માટે એક શબ્દ- shabd samuh mate ek shabd
શબ્દ સમૂહ માટે એક શબ્દ- shabd samuh mate ek shabd
  • ઘોડાને બાંધવાની જગ્યા= ઘોડાર અથવા તબેલો
  • પોતાનો નાશ કરનારું= આત્મનાશક
  • જીતી ન શકાય એવું= અજેય
  • ઘી પીરસવા માટેનું વાસણ= વાઢી
  • યાત્રાનું સ્થાન= તીર્થ
  • ઈશ્વરના ગુણગાન ગાવાનો ઉત્સવ= કીર્તન, ઓચ્છવ
  • સુગંધી દ્રવ્ય= ધૂપ
  • કણસલા ગૂંદીને કે ઝૂડીને અનાજ કાઢવાની જગ્યા= ખળુ
  • સહેલાઈથી મેળવી શકાય તેવુ= સહજસાધ્ય અથવા સુલભ
  • મોહમાયા પ્રત્યે ઉદાસીન= વિરક્તિ
  • કરેલા ઉપકારને ભૂલી જનાર= કૃતઘ્ની
  • દુષ્કાળ કે કુદરતી આફત વખતે મદદ કરવા શરૂ થયેલાં કામ= રાહતકાર્ય
  • ઝાડોની લાંબી હાર કે જંગલનો લાંબો પ્રદેશ= વનરાઈ
  • કામકાજનાં કાગળિયાં, ચોપડા કે જગ્યા વગેરે= દફતર
  • ઘોડાની પીઠ પર નાંખવાનો સામાન= પલાણ
  • જે પીપળા નીચે ભગવાન બુદ્ધને જ્ઞાનનો બોધ થયો હતો, તે વૃક્ષ= બોધિવૃક્ષ
  • ચર્ચાવિચારણાને અંતે મેળવેલો નિર્ણય= સિદ્ધાંત
  • પાણીમાં ધોળેલું અફીણ= કસુંબો
  • પ્રહાર ઝીલવાનું ચામડાનું એક સાધન= ઢાલ
  • ઢોરે ખાધા પછી વધેલું અને પગમાં રોળાયેલું ઘાસ અને પૂળાનું નીરણ= ઓગાઠ
  • અડધી જાગ્રત હોય તેવી અવસ્થા= તંદ્રા
  • આશરે વીસ કિલો= મણ
  • રથથી અલગ થયેલો યોદ્ધો= વિરથી
  • વિરહનો સમય= વિપ્રયોગકાળ, વિજોગવેળ
  • વર્ણવી ન શકાય એવું= અવર્ણીય
  • વાડમાંથી જવા આવવા કરેલો માર્ગ= છીંડુ
  • પૈસા લઈને ગ્રાહકોને જમાડવા માટેનું ભોજનાલય= વીશી, લોજ
  • પોતાનામાંથી જન્મનારી= આત્મજા
  • સરકાર તરફથી ખેડૂતોને ધીરવામાં આવતાં નાણાં= તગાવી, તકાવી
  • કાંઈ અજુગતું થયા પછી એ વિશે થતો અફસોસ= પશ્ચાતાપ
  • અમીને વખતે= તાકડે
  • લોઢાનું બાણ= નારાય
  • વિજય મનાવવા માટેનો મોટો ઉત્સવ= વિજયોત્સવ
  • પૂરા વિચારને અંતે પ્રગટેલું= પુછ અથવા પાકટ
  • તડકાની પડખે ઊભા રહેવું= પડતપવું
  • સાથે રહીને ધર્મનું આચરણ કરનારી પત્ની= સહધમચારિણી
  • દિશા અને કાળનો સમૂહ= દિક્કાલ
  • પતિ સપત્નીને ત્યાં જતાં મનમાં બળતી સ્ત્રી= ખંડિતા
  • જગતનું નિયંત્રણ કરનાર= જગાનિયંતા
  • ધાર કાઢવા માટેનું યંત્ર= સરાણ
  • ખરાબ કે ખોટું કામ= કુકર્મ
  • ચાર ઘડીનો સમય= ચોઘાડિયું
  • ગામને પાદર ભરવાડોનું ઘેટાં=બકરાં રાખવાનું ઠેકાણું= ઝોકડુલ
  • ઢોરને ખાવા માટે એની આગળ મૂકેલો ચારો= નીરણ
  • વહાણનો પાણીની સપાટીથી નીચે રહેતો ભોયરા જેવો ભાગ= ભંડક
  • સલામતીની ખાતરી આપવી તે= અભયદાન
  • જ્યાં એક કરતાં વધારે નદીઓ ભેગી થતી હોય તે સ્થળ= સંગમસ્થાન
  • વેરાગી બાવો= અવધૂત
  • દશ વર્ષનો ગાળો= દાયકો કે દશક
  • નિશ્ચિત વયે નોકરીની સમયમયાંદા પૂરી થતાં ફરજમાંથી મુક્ત કરાયેલું= નિવૃત્ત
  • મડદું દાટવાનો ખાડો= કબર અથવા ઘોર
  • એક જ સમયમાં થઈ ગયેલા= સમકાલીન
  • જાતે સેવા આપનાર= સ્વયંસેવક
  • નાકથી બોલાતો ધ્વનિ= અનુનાસિક
  • ઘાસ વગેરે વાઢવા કાપવા માટેનું ઓજાર= દાતરડું
  • યાત્રાનું સ્થાન= તીર્થ અથવા યાત્રાધામ
  • કાંકરીવાળી જાડી રેતી= વેકરો
  • દરવાજાવાળો મહોલ્લો= પોળ
  • અમૃત સમાન વચનો= વચનામૃત
  • ખાધેલું મોમાં લાવી ફરીથી ચાવવું તે= વાગોળવું
  • આ સૃષ્ટિના દરેક અણુમાં રહેલું પરમ તત્ત્વ= બ્રહ્મ
  • બાળકોને પ્રારંભિક શિક્ષણ આપવા માટેની પોથી= બાળપોથી
  • જેના સ્પર્શથી લોઢાનું સોનામાં રૂપાંતર થવાનું મનાય છે તે મણિ= પારસમણિ
  • મંદિરની અંદરનો મૂર્તિવાળો ભાગ= ગર્ભગુહ
  • જેનો પતિ પ્રવાસે ગયો છે તેવી સ્ત્રી= પ્રોષિતભતૃંકા
  • ઢોર ઉછેર કરતી જાતિનો માણસ= માલધારી
  • નાશ નપામે તેવું= અક્ષય કે અવિનાશી
  • દેવો અને દાનવોએ સમુદ્રમંથન વખતે જેનો રવેયો બનાવ્યો તે પર્વત= મેરુ
  • શરીરનો સુડોળ, સુઘટ્ટ બાંધો= કાઠું
  • પાણી ભરવાનું ચામડાનું સાધન= મશક
  • ઉત્તમ પ્રકારની સ્ત્રી= પદમણી અથવા પશ્ચિની
  • સ્ત્રી કે પત્ની ના પિતાનું ઘર= પિયર
  • ગામમાં સહુને બેસવાની જાહેર જગ્યા= ચોરો
  • છીછરો ક્યારો= ખામણું
  • સાંબેલા જેવી ધારે વરસતો વરસાદ= સાંબેલાધાર
  • પ્રયત્નથી મેળવી શકાય તેવું= પ્રયત્નસાધ્ય
  • ભવિષ્યનું ઘડતર કરના= ઘડવેયો
  • જેનો નાશ ન થાય તેવું= અવિનાશી
  • અવાજ વગરનું= નિરવ
  • તેલી રંગોથી દોરવામાં આવેલું ચિત્ર= તેલચિત્ર
  • દાતરડાં જેવું ફળું બેસાડેલો લાંબો વાંસ= વાંસી
  • બેથી વધારે આંટાવાળી, વાળાની વીટી= વેઢ
  • છાપકામ થતું હોય તે સ્થળ= છાપખાનું
  • ખેતરમાં તેયાર પાક ખાઈ ન જાય એ માટે પંખીઓ અથવા વાંદરાઓને બિવડાવવા ઘાસ લાકડીઓથી ઊભો કરેલો માણસ જેવો આકાર= ચાડિયો
  • સ્ત્રીઓને પગમાં પહેરવાનું ઘરેણું= ઝરમર
  • કમળ જેવી આંખોવાળી= કમલાક્ષી
  • ફિકર ચિંતા વગરનો માણસ= નફકરો
  • મૂર્તિ, મંદિર કે અન્ય કોઈ પદાર્થ ને જમણે હાથે રાખી કરવામાં આવતી પરિક્રમા= પ્રદક્ષિણા
  • જેમની મા ન હોય તેવાં= નમાયાં
  • બાળકો તરફનું વહાલ= વાત્સલ્ય
  • તોપમાં ભરેલા દારુને સળગાવવા માટેનો કાકડો= જામગરી
  • જેની પત્ની પરદેશ ગયેલી હોય તેવો પુરુષ= પ્રોષિતપત્નીક
  • વ્યાજ વટાવનો ધીરધારનો ધંધો કરનાર= નાણાવટી, શરાફ, શાહુકાર
  • તાવ માપવાનું સાધન= થમોંમીટર
  • રેતાળ જમીન ઉપર સૂર્યકિરણ પડવાથી દૂરથી દેખાતો જળ જેવો આભાસ= મૃગજળ
  • બેચેની ભરેલી શાંતિ= સન્નાટો
  • કાવ્યનું પ્રશ્નોત્તરી દ્વારા થતું વિવેચન= કાવ્યસમીક્ષા
  • આંખને છાવરી લેતુ પડ= પડળ
  • લોટી જેવું નાની માટીનું વાસણ= કુલડી
  • તેલીબિયાંમાંથી તેલ કાઢવાનું યંત્ર= ઘાણી
  • અદ્ભુત વસ્તુઓનું સંગ્રહસ્થાન= અજાયબઘર
  • તત્ત્વને જાણનાર વ્યક્તિ= તત્ત્વજ્ઞાની
  • લક્ષ્મીનો પતિ= લક્ષ્મીપતિ
  • બે પહાડ વચ્ચેની સાંકડી પોલી જગ્યા= કુહર
  • ગુરુ પાસેથી વ્રત નિયમ કે મંત્ર લેવો તે= દીક્ષા
  • પવન કે પવન સાથે પડતા વરસાદનો સુસવાટ= ઝંઝાવાત
  • આપબળે વિકાસ સાધનાર= આપક્મી
  • અંગૂઠા પાસેની આંગળી= તર્જની
  • ઈન્દ્ર પ્રસ્થ નગરના વાસીઓ= ઈન્દ્રપ્રસ્થજનો
  • પૂરતી તપાસ કર્યા પછી નક્કી કરવામાં આવતું મૂલ્ય= આંકણી
  • રાગના મુખ્ય સ્વરનો વિસ્તાર કરી, એ રાગના બીજા શુદ્ધ સ્વર મેળવી, રાગનું ચોખ્ખું સ્વરૂપ બતાવવાની ક્રિયા= આલાપ
  • સંદેશો પહોંચાડનાર સેવક= દૂત
  • પૃથ્વી પર સૌને વહાલો કે ધરતીમાતાનો વહાલો= પૃથિવીવલ્લભ
  • ખડક તોડવા કે શત્રુનો નાશ કરવા ભૂર્ગભમાં ગોઠવાતી દારુગોળાની રચના= સુરંગ
  • ખાસ માનીતો મુખ્ય વિદ્યાર્થી= મોનિટર
  • ઢોર ચરાવનારો= ગોવાળિયો
  • વર તરફથી કન્યાને ચઢાવાતા અલંકાર= પલ્લું
  • પાણીની અંદર ભળેલો ચીકણો કાદવ= સૂંથ

Must Read- Gujarati Samanarthi Shabd, Dictionary and PDF. Gujarati Synonyms List 2021

શબ્દ સમૂહ માટે એક શબ્દ ગુજરાતી વ્યાકરણ- shabd samuh mate ek shabd gujarati vyakran pdf
શબ્દ સમૂહ માટે એક શબ્દ ગુજરાતી વ્યાકરણ- shabd samuh mate ek shabd gujarati vyakran pdf
  • રેદ્રાક્ષના મોટા મણકાની માળા= બેરખો
  • પોપટની પેઠે સમજ્યા વિના ગોખી મારેલું જ્ઞાન= પોપટિયું
  • વરસાદ લાવવા માટે ગવાતો રાગ= મલ્હાર રાગ
  • જેણે વસવાટ ગુમાવેલ છે તે= નિર્વાસિત
  • પતિને સ્વાધીન રાખનારી સ્ત્રી= સ્વાધીનપતિકા
  • એક જ નામથી ઓળખાતો લોકસમૂહ= કોમ
  • પોતાની જાત પર આધાર રાખનારું= આપકમી
  • સમાધાન શક્ય ન હોય તેવી ગૂંચ= મડાગાંઠ
  • જંગલમાં બળતી આગ= દાવાનળ
  • છપાઈને બહાર પડતું= મુદ્રિત
  • મળ કે મેલ વિનાનું= નિર્મળ
  • અંતરમાં રહેલું જાણનાર= અંતયાંમી
  • બધા પાસાં તપાસીને ક્યાસ કાઢવાની, ગુણદોષ તારવવાની ક્રિયા= સમાલોચના
  • અધિકારી આગળ રજૂ કરવામાં આવતી હકીકત= કેફિયત
  • જોવામાં પ્રિય લાગે એવું= પ્રિયદર્શન
  • વૃદ્ધ છતાં મજબૂત બાંધાનું= ખખડધજ
  • જાઓ કહીને કાઢી મૂકવું તે= જાકારો
  • જીવ પર આવી ગયેલું= મરણિયું
  • વ્રજમાં રહેનાર= વ્રજવાસી
  • એક્જવાર ફળનારી સ્ત્રી= કાકવંધ્યા
  • દેખતા દેખાતા અર્થ થી અનર્થ સુચવતી વાણી= અવળવાણી
  • ભૂરી કીકીવાળું= માંજરુ
  • અડવાથી તૂટી જાય એવું= બરડ
  • કંસબના ભરતવાળું= જરકસબી
  • વજના પ્રહાર જેવો પ્રચંડ આઘાત= વજાઘાત
  • છૂટું ફેંકવાનું હથિયાર= અસ્ત્ર
  • ચારે બાજુ પાણીની વચ્ચેની જમીન= બેટ અથવા ટાપુ
  • ખેતરમાં પાકની સિંચાઈ માટે બનાવેલી તીક= ઢાળિયો
  • મકાનની આધારરૂપ થાંભલી= કુભી
  • સહુની સરખી માલિકીની= મજિયારી
  • વાંકું બોલનારી અથવા કટાક્ષ કરનારી સ્ત્રી= વાંકાબોલી
  • સચોટ અસર ઉપજાવે તેવું= રામબાણ
  • આ લોકમાં મળે નહિ એવું= અલોકિક
  • ઉંમરલાયક થયેલ વ્યક્તિ= વયસ્ક

ઉપીયોગી શબ્દ સમૂહ માટે એક શબ્દ (More Usefull Shabd Samuh Mate Ek Shabd in Gujarati)

  • ઘાટ આપનાર= ઘડવેયા
  • પાણી જવાનો થોડા ઊંડાણવાળો માર્ગ= નાળું
  • પૂવે જન્મેલા વડીલ કે બાપદાદા= પૂર્વજ
  • “સર” ના ખિતાબનું પ્રમાણપત્ર= ખિતાબખત
  • હાથીને હાંકનાર= મહાવત
  • ગાડા ભાડે ફેરવનાર= અધવાયો
  • ભોજન કરવા બેસનારાઓની હાર= પંગત
  • સૂકું ઘાસ સંકોરવા માટે વપરાતું ઓજાર= પંજેઠી
  • દાણ ભરવાનું ચૂકવું તે= દાણચોરી
  • પાછળ થી જન્મેલ= અનુજ
  • જેનું ચિત્ત અન્ય વિચારોમાં રોકાયેલું હોય તે= અન્યમનસ્ક
  • જેનો પતિ હયાત હોય તેવી સ્ત્રી= સધવા, સૌભાગ્યવતી
  • અમર કરે તેવો એક રસ= અમૃત
  • પ્રાંતનો વડો= સૂબો
  • વરકન્યા પરણવા બેસે છે તે મંડપ= ચોરી
  • વારંવાર જન્મ લેવામાંથી છૂટકારો= મુક્તિ
  • રેલના પાટા નીચે ગોઠવાતો પાટડો= સલેપાટ
  • લેણદેણ વગેરે સંબંધી લખાણ= દસ્તાવેજ
  • સુંદર રીતે કરેલું આયોજન= સુયોજના
  • બાળક તરફનું વહાલ= વાત્સલ્ય
  • જમવા આવવાનું નિમંત્રણ= નોતરું
  • તીણી કારમી ચીસ= કિકિયારી
  • કોઈ પ્રકારના બદલાની અપેક્ષા વગરનું= નિરપેક્ષ
  • નવાઈ લાગે તેવું= અદ્ભુત
  • રાત કે દિવસના ત્રણ કલાકનો સમૂહ= પ્રહર
  • ઝંખના કરવા યોગ્ય= સ્પૃહણીય
  • અચાનક ભેગાં મળવું તે= સંજોગ
  • જેનાં લગ્ન નથી થયાં કે સગાઈ પણ ન થઈ હોય તેવો પુરુષ કે સ્ત્રી= વાંઢો કે વાંઢી
  • શબ્દની મૂળ ઉત્પત્તિ= વ્યુત્પત્તિ
  • જેનું શબ્દોમાં વર્ણન ન થઈ શકે એવું= અવર્ણીય
  • જડમૂળથી ઊખેડી નાંખનાર= ઉચ્છેદક
  • રાત્રે ખીલતું કમળ= પોયણું
  • રૂપિયાનો સોમો ભાગ= દોકડો
  • બધાથી આગળ રહેનાર= અગ્રેસર
  • બાળવાનાં લાકડાં= બળતણ
  • નિયમમાં રાખના=ર નિયંતા
  • ઠંડીથી બચવા તડકામાં ઊભા રહેવું= પડતપવું
  • જેની પત્ની હયાત હોય તેવો પુરુષ= સધુર
  • અમર લોકોનું નગર= અમરાપુરી
  • પુત્રની પોત્રી= પ્રપોત્રી
  • પૃથ્વી પર ફરનાર= ભૂચર
  • ભૂખ્યાં, ગરીબ અથવા યાચકોને સહાય વગેરે આપવું તે= સદાવ્રત
  • શારીરિક રીતે કે ઈન્દ્રિયોથી અશક્ત= પાંગળું
  • સૃષ્ટિનો સૌથી પ્રથમ જન્મેલો માનવી જે નામથી ઓળખાય છે = આદમ
  • ખાંડીને તેયાર કરેલો ખાધપદાર્થ= ફરૂટો
  • બજારમાં જઈને કરવામાં આવતી ખરીદી= હટાણું
  • જીત સૂચવનારું ગીત= જયગીત
  • જૂની પ્રાણાલિકાનું આચરણ તેમજ સમથન કરનાર= રૂઢિચુસ્ત
  • શાસનદ્વારા લેવામાં આવતી જકાત= દાણ
  • તેલીબિયાં પીલવાનું સાધન= ઘાણી
શબ્દ સમૂહ માટે એક શબ્દ ગુજરાતી- shabd samuh mate ek shabd gujarati
શબ્દ સમૂહ માટે એક શબ્દ ગુજરાતી- shabd samuh mate ek shabd gujarati

  • કન્યા પોતે વર પસંદ કરે તે માટેનો સમારંભ= સ્વયંવર
  • જેનો કશો આધાર ન હોય તે= નિરાધાર
  • સાથે જન્મેલું કે સ્વાભાવિક હોય છે તે= સહજ
  • સિંહની આકૃતિવાળું આસન= સિંહાસન
  • પાણીનો નાનો પ્રવાહ= વહેળો, વેકળો
  • આપબળથી આગળ વધનાર= આપકમીં
  • તેજસ્વી પુરુષ= નરરત્ન
  • ઈલકાબતનું પ્રમાણપત્ર= ઈલકાબખત
  • ખરાબ દશા= દુર્દશા
  • પવન જેવા વેગથી દોડનાર= પવનવેગી
  • જેના શુકન ખરાબ ગણાતા હોય તેવું= અપશુકનિયાળ
  • ગંગા નદીનું પવિત્ર જળ= ગંગોદક
  • કોઈપણ પક્ષમાં ન ભળેલું= અપક્ષ અથવા તટસ્થ
  • પાણીમાં થતું કૂડાળું= વમળ
  • પહાડમાં આવેલી પોલી બખોલ જેવી જગ્યા= કુહર કે ગુફા
  • દશ વર્ષનો ગાળો= અનાયાસ
  • સ્નેહ કે લાગણી થી ભીજાયેલું= સ્નેહભીનું
  • માનસિક આવેગવાળું= સાંવેગિક
  • કોઈને પહોંચાડવા માટે સોપાયેલી વસ્તુ= સંપેતરું
  • ધનુષ્યની દોરીનો અવાજ= ટંકર
  • શ્યામ એવો વાન ધરાવનાર= શ્યામવર્ણ
  • શત્રુની છૂપી રીતે બાતમી જાણી લાવનાર= જાસૂસ
  • ચર અને અચર વસ્તુ= ચરાચર
  • જીદ્દી વલણ વાળું= તંતીલું અથવા હઠાગ્રહી
  • ચડતા લોહીનું= નવલોહિયું
  • ખાઉધરાની પેઠે વર્તવું તે= અકરાંતિયાવેડા
  • બ્રાહ્મણોને માટે તેયાર કરેલું, બ્રાહ્મણોને કરાવવા માટેનું= ભોજન બ્રહ્મભોજન
  • કાચી કેરીનાં લાંબા ચીરીયાં= કપૂરિયાં
  • સૂર્ય જેવું મુખ ધરાવનાર= સૂર્યમુખી
  • સાર નરસું ગ્રહણ કરવાની શક્તિ= વિવેક, સૂઝ
  • માંકડા, રીછ વગેરેનો ખેલ કરનાર કલંદર= મદારી
  • વૃદ્ધ સ્ત્રીઓએ લાંબા અનુભવથી નક્કી કરેલ નીતિ તિયમો= ડોશીશાસ્ત્ર
  • મહી અને સાબર એ બે નદીઓ વચ્ચેનો પ્રદેશ= ચરોતર
  • વિશિષ્ટ કામગીરી કરનારને આપવામાં આવતો રાષ્ટ્રીય ઈલકાબ= પદ્મશ્રી
  • સૂકા ઘાસની પૂળાની ગંજી= ઓઘલી
  • લખવા માટેનું લાકડાનું બનેલું સાધન= કલમ
  • આકાશમાં ફરનારું= ખેચર
  • ધંધાદારી રીતે લખવાનું કામ કરનાર માણસ= લહિયો
  • અમુક નક્કી વજનનું તોલવાનું સાધન= કાટલું
  • પહેલાં થઈ ગયેલું= પુરોગામી
  • જેમાંથી રુધિરનું વહન થાય છે તેવું= રુધિરકર
  • સવારનો નાસ્તો= શિરામણ
  • જીણ થયેલાને સમરાવવું તે= જીર્ણોદ્ધાર
  • જે વશમાં નથી તે= વિવશ
  • સાંજનું ભોજન= વાળુ
  • કપાયેલા હાથવાળું= ઠુંઠુ
  • ખેતર કે ગામની હદ= સીમ
  • નજરોનજર જોવું કે મળવું તે= સાક્ષાત્કાર
  • અતિથિને માન સાથે લાવવા સમૂહમાં વાજતે ગાજતે સામું જવું તે= સામેયું
  • જેનો કોઈ શત્રુ નથી તેવું= અજાત શત્રુ
  • જેમાંથી રૂધિરનું વહન થાય છે તે= રૂધિરઝર
  • અણીના વખતે= તાકડે
  • ચોરાશી લાખ જન્મના ફેરા= લખચોરાશી
  • પતંગની કાચ પાયેલી દોરી= માંજો
  • 60 વર્ષ પૂરા થયાની ખુશીમાં ઉજવાતો મહોત્સવ= હીરક મહોત્સવ
  • એક સર્જકના સર્જન પરથી અન્ય સર્જન કરનાર= અનુસર્જક
  • જરીબુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ= કિનખાબ
  • કુંડાળામાં જોરથી વાતો પવન= વંટોળ
  • સાપના વશીકરણનો મંત્ર જાણનાર= ગારુડી
  • દાવો કરનાર= દાવેદાર
  • શાહી રાખવાનું સાધન= ખડિયો
  • દીર્ઘ આયુષ્યવાળું= ચિરાયુ
  • કોઈ પણ કામના વગરનું= નિષ્કામ
  • સામાન્યથી વધારે જ્ઞાન, વધારે પડતું જ્ઞાન= અતિજ્ઞાન
  • અમીરવગંની રાજસભાનો ઓરડો= દીવાનેખાસ
  • પહેલાં જન્મેલ= અગ્રજ
  • માથે પહેરવાનું વસ્ત્ર= પાઘડી
  • સાંજની આરતીનો સમય= ઝાલરટાણું
  • ભોજન કરવા બેસનારાઓની હાર કે લાઈન= પંગત
  • ભાંગીતૂટી ઈમારત= ખંડેર
  • જેની બુદ્ધિ સ્થિર છે તેવો માણસ= સ્થિતપ્રજ્ઞ
  • પતિએ ત્યજી દીધેલી સ્ત્રી= ત્યક્તા
  • ભેદી ન શકાય તેવું મજબૂત= વજ્રસમાણું
  • પાણી ઉપર તરતો વાંસ કે લાકડાનો વિશાળ પટ= તરાપો
  • પૃથ્વીની ઉપરની સપાટી= ધરાતલ
  • ગાયોના ચાલવાથી ઉડતી ધૂળ= ગોરજ
  • વારંવાર જન્મ લેવામાંથી છૂટકારો= મોક્ષ અથવા મુક્તિ
  • એક જ વાત વારંવાર કહ્યા કરવી તે= પિષ્ટપેષણ
  • બારણું બંધ રાખવાનો લાંબો આડો દંડો= ભોગળ
  • રૂઢિને ચુસ્તપણે વળગી રહેનાર= રૂઢિચુસ્ત
  • ઝટ ઉકલી ન શકે તેવો પ્રશ્ન= કોયડો
  • શસ્ત્રથી સજ્જ થયેલા= શાસ્ત્ર સજ્જિત
  • જવાબદારીના ભાન વિનાનું= બેજવાબદાર અથવા ગેરજિમ્મેદાર
  • હથિયાર તરીકે ફૂલનો ઉપયોગ કરનાર કામદેવ= પુષ્પધન્વા
  • ઉપકાર કે ગરજને લીધે પરાધીન= ઓશિયાળું
  • કાળના જેવા મોવાળું= કાળમુખું
  • અડધા ચંદ્ર જેવી આકૃતિ= અધંચંદ્રાકૃતિ
  • સ્વાર્થમાટે કરેલાં હદ બહારનાં વખાણ= ખુશામત
  • દાતાનું નામ કોતરાવેલો દીવાલમાં જડવામાં આવતો પથ્થર= તકતી
  • ખીલ્યા વગરનું ફૂલ= કળી
  • સારી રીતે ઘડાયેલ= સુઘડ
  • મનમાં વિચારોનું મંથન ચાલવાની ક્રિયા= ગડમથલ અથવા મંથન
  • અંતરની વૃત્તિ કે ભાવ= અંતભાંવ
  • ઢોરને ગળે બાંધવા માટેનું દોરડું= અછોડો
  • લાકડાના નાના નાના ટુકડા= કરગઠિયાં
  • પ્રાચીન કાળથી ચાલી આવતું= સનાતન
  • ઘરને લગતો સરસામાન= ઘરવખરી
  • દૂધ, છાશ અથવા દહીં વગેરે ભરવાની હાંડલી= દોણી
  • ખાળનું મેલું પાણી જેમાં ભેગું થાય તે ખાડો= ખાળકૂંડી, ખાળ કૂવો
  • અનાજ ઝાટકવાનું સાધન= સૃપડું
  • શિષ્ય (વિદ્યાર્થી)ને ભણવા માટે અપાતી મદદ= શિષ્યવૃત્તિ
  • જે રોગનો કોઈ ઈલાજ ન હોય એવું= અસાધ્ય
  • બરાબર પરોવાયેલું= તત્પર
  • વજ્ર જેવો સખત આઘાત= વજાઘાત
  • હાથીને કાબૂમાં રાખવા માટે વપરાતું લોઢાનું સાધન= અંકુશ
  • એકબીજામાં પરોવાયેલું= તલ્લીન
  • વહાણના ઉપલા ભાગમાં આવેલો અગાસી જેવો ભાગ= તૂતક
  • પથ્થરમાંથી કોતરેલું ગાયનું મુખ, જેમાંથી પાણીનું વહેણ કાઢવામાં આવતું હોય= ગૌમુખ
  • કોઈ એક ધર્મનો ફાંટો અથવા પંથ= સંપ્રદાય
  • ગામ કે નગરની બહારનો ખુલ્લો સપાટ ભાગ= પાદર,
  • સોને સમાન દષ્ટિથી જોવા તે= સમદ્રષ્ટિ
  • ઘરની બાજુની દીવાલ= કરો
  • વારસા વિશેનું લખાણ= વસિયતનામું
  • યાદગીરી રૂપે રચેલી ઈમારત= સ્મારક
  • મુસાફરીમાં સાથે લીધેલા ખાધ પદાર્થો= ભાતું
  • યંત્ર વગર અને હાથથી ચાલતો ઉધોગ= હસ્તઉધોગ
  • ચાર ઘડીનો સમય= ચોઘડિયું
  • પરિવર્તન કે ઊથલપાથલનો સમય= સંક્રાત્તિકાળ
  • બે સરખી વસ્તુઓની જોડ= જોટો
  • વાદળાંની જમાવટ= મેઘાડંબર
  • કીર્તિની ગાથા= યશગાથા
  • દિશાઓરૂપી વસ્ત્રવાળું= દિગંબર
  • યુદ્ધે ચડેલી વીરાંગના= રણચંડી
  • ભગવાન વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાતો કાળો લીસો ગોળ પથ્થર= શાલિગ્રામ
  • તાજેતરમાં જન્મ લેનાર= નવજાત
  • જેનો કોઈ બેલી નથી તેવું= અનાથ
  • બીજા કશા પર આધાર રાખનારું= સાપેક્ષ
  • કાંઈ અજુગતું થયા પછી એ વિશે થતો અફસોસ= પશ્ચાત્તાપ
  • જેની આશા રાખવામાં ન આવે તેવું= અપ્રત્યાશિત
  • અડધી ઉંમરે પહોચેલું= આધેડ
  • મનોકામના પૂરી કરનારી એક કલ્પિત ગાય= કામધેનુ
  • પુસ્તકમાંથી મેળવેલું જ્ઞાન= પુસ્તકિયું.
  • જન્મ મરણમાંથી મુક્તિ= નિર્વાણ, મોક્ષ
  • સાંભળી ન શકનાર =બધિર
  • ગ્રહોની સ્થિતિ દર્શાવતી ખાનાવાળી આકૃતિ= કુંડળી
  • અડધી મીચાયેલી અડધી ખુલ્લી આંખ= અર્ધનિમીલિત
  • ઈચ્છા કે ઝંખના કે સ્પૃહા કરવાયોગ્ય= સ્પૃહણીય
  • દરરોજ નવાં નવાં રૂપ ધારણ કરનાર વ્યક્તિ= બહુરૂપી
  • જેમાંથી વસ્તુ ખૂટે નહીં એવું પાત્ર= અક્ષયપાત્ર
  • જ્યાં જન્મ થયો હોય તે સ્થળ કે દેશ= જન્મભૂમિ કે માતૃભૂમિ
  • કુટુંબ કે વતનનો ત્યાગ કરવો એ= હિજરત
  • જેની તુલના ન થઈ શકે તેવું= અતુલનીય
  • રથ પર ચઢેલો યોદ્ધો= મહારથી
  • તત્ત્વને જાણનાર વ્યક્તિ= તત્ત્વજ્ઞ
  • કોઈ કાર્યનું વિગતે વર્ણન= અહેવાલ
  • અર્થ વગરનું= નિરર્થક
  • શાસ્ત્રમાં નિષ્ણાત= પંડિત અથવા શાસ્ત્રજ્ઞ
  • ખૂબ સંકુચિત દષ્ટિવાળી વ્યક્તિ= કૂપમંડૂક
  • છોડની આસપાસ કરેલી નાની વાડ= વાડોલિયું
  • માથે બાંધવાનો છોગાવાળો સાફો= શિરોપેચ
  • કોઈ દિવસ નહી જીતાયેલુ= અજીત
  • ગાયનો દીકરો= સૂરભિસુત
  • સોનાચાંદી પર રંગીન કારીગરીકામ= મીનાકારી

ગુજરાતી શબ્દ સમૂહ માટે એક શબ્દ નો વિડિઓ ટ્યૂટોરિઅલ (Video About Shabd Samuh Mate Ek Shabd in Gujarati)

Declaimer

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષા માં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારી ટિમ થી ટાયપિંગ માં કોઈ ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવશો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું.

Summary

આશા રાખું છું કે અમારી વેબિસ્ટ ingujarati.org નો આ “101+ શબ્દ સમૂહ માટે એક શબ્દ ગુજરાતી (Shabd Samuh Mate Ek Shabd)” આર્ટિકલ તમને જરૂર થી ગમ્યો હશે અને ઘણું નવું જાણવા મળ્યું હશે. આવીજ અવનવી માહિતી ના ઉપડેટ તમને અહીં મળ્યા જ કરશે તો અચૂક મુલાકાત લેતા રહો.

Leave a Comment