અમારા બ્લોગ Ingujarati.org માં બધા વાચકોનું સ્વાગત છે. આજે આપણે એક મજેદાર આર્ટિકલ જોવા જઈ રહ્યા છીએ જેનું નામ છે “Indian Spices Names in Gujarati and English (મસાલા ના નામ)”. આશા રાખું છું કે બધા Readers ને આ લેખ ખૂબ જ ગમશે અને ઉપયોગી સાબિત થશે.
મને ખબર છે કે રોજ લોકો મસાલા ના નામ ગુજરાતી અને ઇંગ્લિશ (Spices Names in Gujarati and English) વિષે અલગ અલગ પ્લેટફોર્મ પર સર્ચ કરી રહ્યા છે, પણ તેમને વ્યવસ્થિત માહિતી ગુજરાતી માં મળી રહી નથી. આ કારણે થીજ આ આર્ટિકલ અહીં પબ્લીશ કર્યો છે. તમે તમારા મંતવ્યો અને પ્રશ્નો નીચે કોમેન્ટ કરી અને અમને જણાવી શકો છો, અમારી ટીમ જલ્દી થી તમારા પ્રશ્ન નો ઉત્તર આપવાની કોશિશ કરશે.

અમારા બ્લોગ inGujarati.org માં તમને સંપૂર્ણ માહિતી મુખ્યત્વે ગુજરાતી ભાષા મા મળશે, પરંતુ કોઈક માહિતી ઇંગ્લિશ માં પણ હોઈ શકે છે. મુખ્યત્વે અમારા આ બ્લોગ માં રોજ ગુજરાતી માં જ ઉપલોડ થાય છે, જેથી પ્રાદેશિક ભાષા ના વાચકો ને કોઈ ચિંતા કરવા જેવી નથી.
Also Read- Kalonji Meaning in Gujarati and It’s Health Benefits
Indian Spices Names in Gujarati and English (ગરમ મસાલા ના નામ)
કદાચ તમને ખબર જ હશે કે ગુજરાતી ભોજન હંમેશા તીખું અને ચટપટું વધુ જોવા મળે છે. ગુજરાત ના લોકો ની પસંદીદા વાનગી મસાલા વગર હંમેશા અધૂરી છે. હવે આપણે મસાલા નો અર્થ જોઈએ તો કોઈ પણ છોડ નો એક સૂકો ભાગ છે. મસાલા તરીકે ભારતીય વાનગીઓ માં પાંદડા, બીજ અને સૂકી ડાળીઓ નો જ ઉપયોગ થાય છે, જેના દ્વારા કોઈ પણ વાનગી ને અનોખી સુગંધ અને સ્વાદ આપવા માં આવે છે.
પણ તમે ક્યારેય ફક્ત મસાલા દ્વારા કોઈ વંડી બનાવી શકતા નથી, કારણકે તે કોઈ શાક ભાજી નથી અને મસાલા તરીકે વપરાતા પાંદડા, મૂળ, બીજ કે સૂકી ડાળીઓ સ્વાદ માં ખુબ જ તેજ અને તીખી હોય છે. જે વાનગી માં વધુ પડી જતા ખુબ તીખી થઇ જાય છે, અને શરીર માં અવનવી સમસ્યાઓ પેદા કરે છે.
ભારત એવો દેશ છે જ્યાં સૌથી વધુ ગરમ મસાલા નો ઉપીયોગ થાય છે અને સાથે સાથે દુનિયા નો સૌથી મોટો નિકાસકાર દેશ પણ છે. ભારત માં ઘણી શોધખોળ સંસ્થા મોજુદ છે જે મસાલા ની ખેતી અંગે શોધખોળ કરે છે.
30+ List of Spices Names in Gujarati and English (Garam Masala Na Nam Gujarati Ane English Ma)
નીચે તમને એક સૂચિ આપવામાં આવી છે, જ્યાં તમામ મસાલા ના નામ નું એક સરસ લિસ્ટ બનાવવામાં આવ્યું છે. આ લિસ્ટ માં અમે કોશિશ કરી છે કે ભારત માં અને ગુજરાત માં વપરાતા બધા મસાલા ના નામ ઇંગલિશ અને ગુજરાતી માં સમાવેશ થાય.
હાલ ઘણા લોકો ઈન્ટરનેટ પાર જોઈ અને ઘરે અલગ અલગ વાનગી બનાવવા ની ટ્રાઈ કરે છે, જયારે તમને ખબર છે કે ઈન્ટરનેટ પાર મોટા ભાગની માહિતી તમને ઇંગ્લિશ ભાષા માં જોવા મળે છે. ત્યારે લોકો મસાલા ના નામ વિષે ની માહિતી ઈન્ટરનેટ પર શોધે છે. આ આર્ટિકલ પણ સ્પેશ્યલી તેમના માટે જ છે.

No | Spices Names in English | Spices Names in Gujarati |
1 | Cinnamon (સિનેમન) | તજ (Taj) |
2 | Cumin Seeds (ક્યૂમિન સીડ) | આખું જીરું (Akhu Jiru) |
3 | Big Mustard Seeds (બિગ મસ્ટર્ડ સીડ) | રાઈ (Rai) |
4 | Asafoetida (અસફોઈટીડા) | હીંગ (Hing) |
5 | Cumin Powder (ક્યુમિન પાવડર) | દળેલું જીરું (Dalelu Jiru) |
6 | Cloves (ક્લોવસ) | લવિંગ (Laving) |
7 | Turmeric (ટયુમરિક) | હળદર (Haldar) |
8 | Black Pepper (બ્લેક પેપર) | મરી (Mari) |
9 | Carom Seeds (કેરમ સીડ) and Caraway Seeds (કારાવે સીડ) | અજમો (Ajmo) |
10 | Nutmeg (નટમેગ) | જાયફળ (Jayfal) |
11 | Coriander Powder (કોરીયાન્ડર પાવડર) | ધાણા જીરું (Dhana Jiru) |
12 | Green Cardamom (ગ્રીન કર્દમોમ) | એલચી (Elchi) |
13 | Curry Leaves (કરી લિવ્સ) | મીઠો લીંબડો (Mitho Limbdo) |
14 | Chili Powder (ચીલી પાવડર) | લાલ મરચું (Lal Marchu) |
15 | Bay Leaf (બે લીફ) | તમાલ પત્ર (Tamal Patr) |
16 | Fenugreek (ફેનયુગ્રીક) | મેથી (Methi |
17 | Dry Coconut (ડ્રાય કોકોનટ) | ટોપરૂ (Topru) |
18 | Mint (મિન્ટ) | ફુદીનો (Fudino) |
19 | Poppy (પોપી) | ખસ ખસ (Khas Khas) |
20 | Saffron (સેફ્રોન) | કેસર (Kesar) |
21 | Salt (સોલ્ટ) | મીઠું (Mithu) |
22 | Black Salt (બ્લેક સોલ્ટ) | સંચળ (Sanchal) |
23 | Rock Salt (રોક સોલ્ટ) | સિંધવ મીઠું (Sindhav Mithu) |
24 | Sesame Seeds (સેસમે સીડ) | તલ (Tal) |
25 | Basil Seeds (બસીલ સીડ) | તકમરીયા (Takmariya) |
26 | Dry Ginger Powder (ડ્રાય જીંજર પાવડર) | સુંઠ (Sunth) |
27 | Flax Seeds (ફ્લેક્સ સીડ) | અળસીના બીજ (Alsi na bij) |
28 | Ajinomoto (અજિનોમોટો) | અજિનોમોટો (Ajinomoto) |
29 | Mace (મેસ) | જીવિનતરી (jivintri) |
30 | Nigella Seeds (નાઈજેલા સીડ) | કલોંજી (Kalonji) |
આશા રાખું છું, કે તમારે જોઈતા બધા મસાલા ના નામ ગુજરાતી અને અંગ્રેજી માં આ લિસ્ટ માં જોવા મળી ગયા હશે. અને જે કોઈ નામ એમાં ના હોય અને તમે ઇચ્છતા હોય કે આ લિસ્ટ માં ઉમેરવામાં આવે તો નીચે કોમેન્ટ કરી અને અમને જણાવો.
Useful Information About Spices In Gujarati (મસાલા વિશે ઉપયોગી માહિતી)
મસાલા એ બીજ, ફળ, મૂળ, છાલ અથવા છોડના અન્ય ભાગો હોય શકે છે, જેનો ઉપયોગ મુખ્યત્વે કોઈ પણ જગ્યા એ સ્વાદ, સુગંધ અને રંગ માટે કરવામાં આવે છે. મસાલાને ઔશધી તરીકે પણ અલગ પાડવામાં આવે છે, જે સુગંધ માટે અથવા સ્વાદ માટે વાપરવામાં આવતા છોડના પાંદડા, ફૂલો અથવા ડાળીઓ છે.
તમને કહાબ્ર નહિ હોય કે મસાલાઓ કેટલીકવાર દવા, ધાર્મિક વિધિઓ, સૌંદર્ય પ્રસાધનો અથવા અત્તરના ઉત્પાદનમાં વપરાય છે. મસાલાનો વેપાર સૌ પ્રતહામ ભારત વિકસિત થયો હતો, પ્રારંભિક યુગ માં તજ અને કાળા મરી સાથે, પૂર્વ એશિયામાં ઔશધિઓ તરીકે પણ તેનો વ્યાપાર શરુ થયો. ઇજિપ્ત ના લોકો મસાલાઓ નો ઔષધિ તરીકે ઉપયોગ કરતા હતા અને વિદેશી મસાલા અને ઔષધિ માટેની તેમની માંગથી વિશ્વના વેપારને વેગ આપવામાં મદત કરી.

મસાલા કે સ્પાઈસ શબ્દ જૂની ફ્રેન્ચ શબ્દ ઇસ્પાઇસ પરથી આવ્યો છે, જે મૂળ લેટિન ભાષા માંથી આવ્યો હોવાનું માનવામાં આવે છે. સૌ પ્રથમ ભારત, ચીન અને જાપાન માં મસાલા નો ઉપીયોગ ઔશધિ તરીકે થતો હોવાનું માનવામાં આવે છે. જેનો પ્રાથમિક ઉપીયોગ જાદુ, દવા, ધર્મ, સ્વાદ અને રંગ માટે થતો હતો.
જેમકે પ્રાચીન ભારતીય મહાકાવ્ય ના રામાયણો વિષે લખાયેલા લેખ માં લવિંગનો ઉલ્લેખ તામને જરૂર જોવા મળી શકે છે. સૌ પ્રથમ મસાલા વિષે માહિતી તમને ઇજિપ્તની, ચાઇનીઝ અને ભારતીય સંસ્કૃતિમાંથી જોવા મળી શકે છે. જેમકે જાયફળ એ દક્ષિણ પૂર્વ એશિયાના બાંડા આઇલેન્ડમાંથી સૌ પ્રથમ જોવા મળ્યું હતું.
Uses Of Spices in Gujarati (મસાલાનો ઉપયોગ)
કોઈ પણ મસાલા વિના ભારતીય વાનગી હંમેશા અધૂરી છે. એક કેહવત છે કે તમે જ્યાં પણ ભારતીય ને મળશો ત્યાં તમને મસાલા જરૂર જોવા મળશે. આ વાત આશ્ચર્યજનક નથી, કારણકે વિશ્વભરમાં ફૂડ જાયન્ટ્સ તરીકે ભારત ને ઓળખવામાં આવે છે.
રસોડામાંથી અને ઘરોના માં અલગ અલગ મસાલા નો સ્વાદ વધારવા અને ઔશધિ તરીકે ઉપયોગથી મસાલા વિવિધ સ્થળોએ એની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા હોય છે. ભારતમાં તામેં વૈવિધ્ય પૂર્ણ વાતાવરણ મળ્યું હોવાથી તેના દરેક રાજ્ય ઘણા પ્રકારના મસાલા અથવા બીજા ઉત્પાદન કરે છે.
આશ્ચર્ય ની કોઈ વાત નથી કે ભારતમાં રસોઈ માટે મસાલાનો શા માટે આટલો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. ફક્ત ભારતમાં જ નહીં પરંતુ કેટલાક અન્ય દેશોમાં પણ મસાલાઓનો ખૂબ ઉપયોગ વધુ પ્રમાણ માં થાય છે. મસાલા રંગ, સ્વાદ અને સુગંધ ઉમેરવા ઉપરાંત, તેનો વપરાશ અન્ય સ્વાસ્થ્ય લાભ પણ તમને પ્રદાન કરે છે.
જો તમે મસાલાઓનો ઉપયોગ વધુ સારી રીતે જાણો છો તો તમે હંમેશા સ્વસ્થ બની શકો છો. કેટલાક મસાલા રસોઈ ની સાથે સાથે સુંદરતા વધારવા કોસ્મેટિક્સ માં પણ થાય છે, જે વાત ની કદાચ તમને જરૂર ખબર હશે.
Benefits of Spices in Gujarati (મસાલાના ફાયદા)
- હીંગ ના ઉપયોગથી ઉધરસ અને ગેસને કારણે પેટમાં દુખાવો મટાડવા માટે સારો ઉપાય છે.
- તમાલ પત્ર નો ઉપયોગ રસોઈમાં ખોરાકમાં ચોક્કસ સ્વાદ ઉમેરવા માટે તો થાય જ છે. તેમાં કેટલાક iઔશધિય ગુણ પણ છે. તમાલ પત્ર નું તેલ એન્ટિફંગલ અને એન્ટી બેક્ટેરિયલ છે.
- ઇલાઇચી શ્વાસ અને પાચક વિકારને નિયંત્રિત કરવામાં તમારી મદદ કરી શકે છે. ડાયાબિટીઝનો સામનો કરવા માટે આખી એલચી ચાવવી ફાયદાકારક છે.
- લાલ મરચામાં હાજર એન્ટીઓકિસડન્ટો જે કોલેસ્ટરોલનો સામનો કરવામાં મદદ કરે છે. અને તે કેલરી બર્ન કરવામાં પણ મદદ કરે છે.
- તજ એ ઇન્સ્યુલિનના કુદરતી ઉત્પાદનને ટેકો આપે છે અને લોહીનું કોલેસ્ટરોલ પણ ઘટાડે છે.
- દાંતના દુખાવા અને ગળુંના ગમનો સામનો કરવા માટે લવિંગ તેલ ખુબજ ફાયદાકારક છે. છાતીમાં દુખાવો, તાવ, પાચનની સમસ્યાઓ, ઉધરસ અને શરદી માટે પણ લવિંગ ફાયદાકારક ઉપાય માનવામાં આવે છે.
- ધાણા ના ઉપીયોગ થી સાંધા નો દુખાવો અને સાંધા પર બાહ્ય રીતે સારવાર કરી શકાય છે. તે ગળા, એલર્જી, પાચનની સમસ્યાઓ, પરાગરજ જવર વગેરેનો સામનો કરવા માટે પણ સારું તત્વ છે.
- જીરા, તે એક આયર્ન નો સારો સ્રોત છે અને રોગપ્રતિકારક શક્તિને વધારે છે. જીરું સાથે શરીર ની પેશીઓનો મજબૂત કરવા માટે સારું છે.
- કરી પત્તા બ્લડ સુગર ઘટાડવા માટે ખુબ ફાયદાકારક છે. આ છોડનો દરેક ભાગ થોડો ફાયદો અથવા ઔશધિ ના બીજો પૂરો પાડે છે. સૂકા પાંદડા હર્બલ દવાઓમાં મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે.
Summary
આશા રાખું છું, અમારા બ્લોગ In Gujarati નો “Indian Spices Names in Gujarati and English (મસાલા ના નામ)” આર્ટિકલ તમને ખુબ ગમ્યો હશે અને ઉપીયોગી લાગ્યો હશે. આવીજ ગુજરાતી માં ઉપીયોગી માહિતી માટે અમારા બ્લોગ Ingujarati.org ની મુલાકાત લેતા રહો. તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે અમને નીચે કોમેન્ટ કરી અને જણાવી શકો છો.