આપ સૌનું અમારા બ્લોગ InGujarati.org માં સ્વાગત છે. આજ “વૃક્ષ આપણા મિત્રો નિબંધ- 3 Vruksho Apna Mitra Essay in Gujarati” આર્ટિકલ માં આપણે સરસ ત્રણ ગુજરાતી ભાષા ના નિબંધ જોવાના છીએ. આ ઉદાહરણ નિબંધ થી તમે તમારો પોતાનો સુંદર અને શ્રેષ્ઠ વૃક્ષ આપણા મિત્ર નિબંધ લખી શકો છો. અહીં તમને ત્રણ અલગ અલગ પ્રકારના નિબંધ જોવા મળશે, જે બધા ધોરણ ના વિદ્યાર્થી માટે ઉપીયોગી સાબિત થશે.
હાલ 21મી સદી માં પ્રદુષણ ખુબ વધી રહ્યું છે, અને આ પ્રશ્ન માટે આપણી પાસે વૃક્ષો એક માત્ર ઉપાય છે. આ માટે જ તમે એક સ્લોગન ખુબ લોકપ્રિય બન્યું છે. “વૃક્ષ આપણા મિત્રો.” ચાલો તો આપણે નિબંધ તરફ આગળ વધીયે અને આપણી આવનારી પેઢી ને વૃક્ષો નું મહત્વ સમજાવીએ.
Must Read- Best 3 Diwali Essay In Gujarati
વૃક્ષ આપણા મિત્રો નિબંધ- Vruksho Apna Mitra Essay in Gujarati
આપણા જીવનને આગળ વધારવા માટે આપણને કુદરત તરફથી ઘણી કિંમતી ભેટ આપવામાં આવી છે, તેમાંથી એક સૌથી મહત્વપૂર્ણ ભેટ વૃક્ષો અને વનસ્પતિ પણ છે. તે પૃથ્વી પર મનુષ્ય જાતિ, પ્રાણીઓ, પક્ષીઓ અને જીવજંતુ બધા માટે ખોરાક અને ઘર પ્રદાન કરવા માટેનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. વૃક્ષો અને જંગલ ઘણા માણસો અને ઘણી પ્રાણીઓ ની પ્રજાતિઓનું એક પ્રાકૃતિક અને સલામત ઘર છે, તેમજ તમામ પક્ષીઓ વૃક્ષો પર જ વસવાટ કરે છે.
વૃક્ષો આપણને વર્ષો થી નિરંતર પણે લાકડા, શુદ્ધ હવા, ખોરાક આપતા રહ્યાં છે, વધુ માં વૃક્ષો જમીનના ધોવાણ ને અટકાવે છે. ઉનાળામાં વૃક્ષો ઠંડી અને શુધ્ધ હવા બધા જીવો ને પ્રદાન કરે છે. હાલ વૃક્ષો ગુંદર, કાગળ, રબર, દવા, વરસાદ વગેરે માટે નો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે.
આવા કારણો ને જોતા આપણે જીવનમાં વૃક્ષ ના મહત્વને સમજવું જોઈએ અને તેને સુરક્ષિત રાખવાની સાથે બીજા લોકોને વધુને વધુ વૃક્ષો ઉગાડવા માટે જરૂર પ્રેરણા આપવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ વૃક્ષો ની સંખ્યા પૃથ્વી પર વધે તે માટે નીચે દર્શાવેલા પગલાં લઇ શકે છે.

દરેક વ્યક્તિએ અલગ અલગ નજીક ના વિસ્તારોમાં ઝાડ કાપવાનું કારણ શોધવું જોઈએ અને તેનું વિશ્લેષણ કરી વૃક્ષો કાપવા સિવાય ના અન્ય પર્યાય વિષે વિચાર કરી અને તેને અપનાવવા જોઈએ. શહેરી વેન રક્ષક વિભાગ અથવા અન્ય જોડાયેલી સંસ્થા ને ફોન કરીને અથવા વૃક્ષો કાપવા અંગે વાંધા નોંધાવવા ફોરેસ્ટ ઓફિસરને પત્ર લખીને આ પ્રશ્ન અંગે માહિતી એવી જોઈએ.
આપણે બીજા લોકો સાથે મળીને વૃક્ષોને બચાવવા અંગે જરૂરી જાણકરી પ્રદાન કરવી જોઈએ અને ફરજીયાત અમુક વૃક્ષો વાવવા અંગે ચર્ચા વિચારણા કરવી જોઈએ. હાલ લોકો ને વૃક્ષ થી થતા ફાયદા વિષે સમજવા જોઈએ જેથી લોકો વૃક્ષ ને ઓછું નુકશાન પહોંચાડે અને નવા વાવવા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે. જામને કદાચ ખબર જ હશે પાણી, ઓક્સિજન અને ઝાડને કારણે પૃથ્વી પર જીવન શક્ય બન્યું છે. અને વૃક્ષો એ પૃથ્વી પર ઓક્સિજન અને પાણી માટેનું મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે.
જો આપણે વૃક્ષો અને જંગલોને ઓછા કરીશું તો આપણે કદાચ જીવન અને પર્યાવરણના નાશ તરફ આગળ વધીશું. મનુષ્ય ને પૃથ્વી પરના સૌથી બુદ્ધિશાળી જીવ તરીકે માનવામાં આવે છે, તેથી જ આપણે પ્રકૃતિ પ્રત્યેની આપણી જવાબદારી સમજવી જોઈએ અને કુદરતી વસ્તુ નો નાશ ના કરી તેનું જતન કરવું જોઈએ.
200 શબ્દો નો વૃક્ષ આપણા મિત્રો નિબંધ- 200 Words Vruksho Apna Mitra Essay in Gujarati (Short)
વૃક્ષો વાવો, જીવન બચાવો એ એક માત્ર સ્લોગન નથી, તે આપણી એક ફરજ પણ છે. પૃથ્વી પરના દરેક માણસ એ સમજવું જોઈએ અને વૃક્ષો નું ફરજીયાત પણે પાલન કરવું જોઈએ. વૃક્ષો બચાવવા કે નવા ઉગાડવા થી આપણાને સ્વસ્થ વાતાવરણ મળે છે અને હાલ આપણી લીલી ધરતીને બચાવવા માટે એક મોટી તક છે.
વૃક્ષ પૃથ્વી પરના જીવનનું એક મહત્વપૂર્ણ પ્રતીક છે અને ઘણા જંગલ માં રહેતા લોકો અને જંગલી પ્રાણીઓનું ઘર પણ છે, જ્યાં લોકો અને પ્રાણીઓ વસવાટ કરે છે. હાલ 21મી સદી માં આધુનિક વિશ્વમાં શહેરીકરણ, ઉદ્યોગિકરણ અને ગ્લોબલ વોરર્મિંગ ખુબ ઝડપથી વધી રહ્યું છે, ત્યાં બધા લોકો માટે વૃક્ષોને બચાવવું અને નવા વાવવા એ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે.
જેમકે તમને ખબર છે, વૃક્ષ આપણને ફળો, શાકભાજી, વનસ્પતિ, ફૂલો, મસાલા, છાંયો, દવા, મૂળ, ઝાડની છાલ, લાકડું, રોપા વગેરે વર્ષો થી પ્રદાન કરતા આવ્યા છે. એક વૃક્ષ, કંઈપણ સ્વાર્થ વિના ઘણાં વર્ષો સુધી લોકોની અને અન્ય જીવો ની સેવા કરે છે. અને મહત્વપૂર્ણ વાત એ છે કે, તે હવાને શુદ્ધ કરીને પૂર્થવી પર ના વાતાવરણ નું સંતુલન જાળવી રાખે છે.

વૃક્ષો આપણને ઘણા પ્રકાર ની ઔષધિઓ પૂરી પાડે છે અને અનેક રોગોથી રોગોથી લાડવામાં આપણને મદદ પણ કરે છે. વૃક્ષો પૃથ્વી ના દરેક જીવ માટે એક મહત્વપૂર્ણ કુદરતી સંપત્તિ છે, જે દરેક જીવ ને અનેક રૂપે મદદરૂપ થાય છે અને જમીનના ધોવાણને પણ અટકાવે છે. પ્રાણીઓ અને જીવજંતુ ની જાતિઓ માટે જંગલ અને વૃક્ષો એક સુરક્ષિત ઘર માનવામાં આવે છે. જોકે શહેરીકરણ થી જંગલી પ્રાણીઓ અને જીવજંતુ ના ઘર આપણે છીનવી રહ્યા છીએ.
આપણે જવાબદાર નાકારીક હોવાથી, વૃક્ષો બચાવવા માટે કાર્યરત સંગઠનોમાં કે સંસ્થા સાથે જોડાઇને અસરકારક પ્રતનો કરવા જોઈએ. આપણે હર વર્ષે ઓછા માં ઓછું એક જાતે ઝાડ ઉગાડવું જોઈએ અને અન્ય લોકોને પણ વૃક્ષો ઉગાડવા પ્રેરણા આપવી જોઈએ.
પૃથ્વી પર વૃક્ષ એક મહત્વપૂર્ણ કુદરતી સ્ત્રોત હોવાથી તેને બચાવવા આપણે આપણા આસપાસ ના બીજા લોકોને પ્રોત્સાહન આપવું જોઈએ. ઘર ની આસપાસ આપણે નાના જાડ અને છોડવા વાવવા જોઈએ. આવા પ્રયત્નો થી આપણે આપણી આવનારી પેઢીને પણ વૃક્ષો નું મહત્વ સમજાવી તેનું જતન કઈ રીતે કરવું તેની માહિતી પ્રદાન કરવી જોઈએ.
10 લાઈન નો વૃક્ષ આપણા મિત્રો નિબંધ કે વૃક્ષ વિશે વાક્ય – 10 Lines On Vruksho Apna Mitra Essay in Gujarati (Tree Our Friends)
- મનુષ્ય, પ્રાણીઓ, પક્ષી અને જીવજંતુ ના જીવનને પોષવા માટે આપણને કુદરત તરફથી ઘણી મહત્વપૂર્ણ ભેટ આપવામાં આવી છે, તેમાંથી એક સૌથી અગત્ય ની ભેટ વૃક્ષ પણ છે.
- પૃથ્વી પર મનુષ્ય, પ્રાણીઓ, પક્ષી અને જીવજંતુઓ માટે ઓક્સિજન, ખોરાક અને ઘર નું એક મહત્વપૂર્ણ કુદરતી સંસાધન વૃક્ષ છે.
- વૃક્ષો આપણને ખોરાક, લાકડા અને શુદ્ધ હવા પ્રદાન કરે છે અને મહત્વપૂર્ણ રીતે જમીન નું થતું ધોવાણ અટકાવે છે.
- આપણે જીવનમાં વૃક્ષ ના મહત્વને જરૂર સમજવું જોઈએ અને તેને સુરક્ષિત રાખવાની સાથે સાથે અન્ય લોકોને વધુને વધુ વૃક્ષો ઉગાડવા માટે પ્રેરણા અને જરૂરી માહિતી આપવી જોઈએ.

- પાણી, ખોરાક અને ઓક્સિજન ને કારણે પૃથ્વી પર જીવન શક્ય બન્યું છે, અને તમને ખબર હશે કે પૃથ્વી પર ઓક્સિજન અને પાણી માટે મુખ્ય સ્ત્રોત વૃક્ષો ને માનવામાં આવે છે.
- જો મનુષ્ય વૃક્ષો અને જંગલોને ઓછા કરવા લાગશે, તો તે કદાચ ભવિષ્ય ના જીવન અને પર્યાવરણના નાશ તરફ આગળ વધશે.
- મનુષ્ય પૃથ્વી પરના સૌથી બુદ્ધિશાળી જીવ માનવામાં આવ્યા છે. તેથી જ આપણે પ્રકૃતિ પ્રત્યેની આપણી ફરજો ને સમજવી જોઈએ અને આપણે કુદરતી સંસાધન ને બચાવવી જોઈએ.
- વૃક્ષો આપણા મિત્રો એ માત્ર સૂત્ર નથી, તે આપણી એક ફરજ પણ છે.
- ઘર ની આસપાસ આપણે, અલગ અલગ વૃક્ષો અને છોડવા જરૂર ઉગાડવા જોઈએ.
- દરેક વ્યક્તિએ આવનારી પેઢીને પણ વૃક્ષો નું મહત્વ સમજાવી, તેનું જતન કઈ રીતે કરવું તેની જાણકરી પ્રદાન કરવી.
વૃક્ષ વિશે સુવિચાર (Slogan About Tree)
- જો તમે વૃક્ષ કાપશો, તો સમજજો તમે જીવ કાપી રહ્યાં છે. (Jo tame vruksho kapsho, to samajajao tame ek jiv kapi rahya cho)
- વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો. (Vruksho vavo paryavaran bachavo)
- વૃક્ષો વાવો, તમારી આવનારી પેઢી ને શુદ્ધ હવા પ્રદાન કરો. (Vruksho vavo tamari avanari pedhi ne shudhh hava pradan karo)
- ઝાડને દુર્લભ બનાવશો નહીં, તેમને કાળજી રાખો. (vruksh ne durlabh banavsho nahi, temni kalaji rakho)
- વૃક્ષો ની કાળજી રાખો, વૃક્ષો તમારી કાળજી રાખશે. (Vruksh ni kalji rakho, te tamari kalaji rakhshe)
- વૃક્ષ આપણા શ્રેષ્ઠ મિત્ર. (Vruksho aapna shresth mitra)
- વૃક્ષો ઓન, ગ્લોબલ વોર્મિંગ ગોન
વૃક્ષ વિશે માહિતી- Information About The Tree
આપણા પર્યાવરણ માટે અને માનવ સુખાકારી માટે વૃક્ષો અમૂલ્ય મહત્વના છે. તેઓ આપણને પીવા માટે શુધ્ધ પાણી, શ્વાસ લેવા માટે હવા, શેડ અને મનુષ્ય, પ્રાણીઓ અને છોડને ખોરાક આપે છે. તેઓ પ્રાણીસૃષ્ટિ અને વનસ્પતિની અસંખ્ય જાતિઓ, રસોઈ અને ગરમી માટેના લાકડા, મકાનો માટેની સામગ્રી અને આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને મનોરંજક મહત્વના સ્થળો માટે નિવાસસ્થાન પ્રદાન કરે છે. વૈશ્વિક વાતાવરણ અને ત્યાં રહેતી પ્રજાતિઓના સ્વાસ્થ્ય માટે વૃક્ષો એટલા મહત્વપૂર્ણ છે, અને તેમને આપણી બિનશરતી સંભાળ અને સુરક્ષાની જરૂર છે.
ઝાડની છત્ર શારીરિક ફિલ્ટર તરીકે કામ કરે છે, ધૂળને ફસાવે છે અને હવામાં પ્રદૂષકોને શોષી લે છે. દરેક વ્યક્તિગત વૃક્ષ દર વર્ષે 1.7 કિલો સુધી કાર્બન ઘટાડે છે. તેઓ સૌર કિરણોત્સર્ગમાંથી શેડ પણ પ્રદાન કરે છે અને અવાજ ઘટાડે છે. ઝાડ અને વનસ્પતિઓ 5000 થી વધુ જાતિઓમાં ઔષધીય ગુણધર્મો હોવાનું જાણવા મળે છે. બિર્ચની છાલમાંથી તેલ, ઉદાહરણ તરીકે, એન્ટિસેપ્ટિક ગુણધર્મો ધરાવે છે.
સંશોધન બતાવે છે કે ઝાડ અને લીલી જગ્યાથી ઘેરાયેલા મિનિટની અંદર, તમારું બ્લડ પ્રેશર ઘટી જાય છે, તમારા હાર્ટ રેટ ધીમું થાય છે અને તમારા તાણનું સ્તર નીચે આવે છે. ઝાડ વૃદ્ધિ સાથે કાર્બન ડાયોક્સાઇડને શોષી લે છે અને તેમના લાકડામાં જે કાર્બન સંગ્રહ કરે છે તે ગ્લોબલ વોર્મિંગના દરને ધીમું કરવામાં મદદ કરે છે.
તેઓ પવનની ગતિ ઘટાડે છે અને હવાને ઠંડુ કરે છે કારણ કે તેઓ ભેજ ગુમાવે છે અને તેમના પાંદડાથી ઉપરની તરફ ગરમી પ્રતિબિંબિત કરે છે. એવો અંદાજ છે કે વૃક્ષો શહેરમાં તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડે છે. વૃક્ષો પૂર અને જમીનના ધોવાણને રોકવામાં પણ મદદ કરે છે, હજારો લિટર સ્ટોર્મવોટરને શોષી લે છે.
વૃક્ષો જટિલ માઇક્રોબાઇટ્સને હોસ્ટ કરે છે. જ્યારે યુવાન, તેઓ પક્ષીઓ, જંતુઓ, લિકેન અને ફૂગના આશ્ચર્યજનક સમુદાયોને રહેવા અને ખોરાક આપે છે. પ્રાચીન હોય ત્યારે, તેમની થડ પણ બેટ, ભમરો, કાટમાળ ઘુવડ અને લાકડાની પટ્ટી જેવી જાતિઓ દ્વારા જરૂરી હોલો કવર પ્રદાન કરે છે.
એક પરિપક્વ ઓક 500 જેટલી વિવિધ જાતિઓનું ઘર હોઈ શકે છે. રિચમંડ પાર્ક આવા વૃક્ષોથી ભરેલું છે, જે એક કારણ છે જેને રાષ્ટ્રીય પ્રકૃતિ અનામત અને વિશેષ વૈજ્ઞાનિક રૂચિની સાઇટ નિયુક્ત કરવામાં આવી છે. ટૂંક સમયમાં, ઇતિહાસમાં પ્રથમ વખત, શહેરોમાં ઘરોવાળા લોકોની સંખ્યા દેશભરમાં વસતા લોકોથી આગળ નીકળી જશે. ઉદ્યાનો અને વૃક્ષો શહેરી જીવનનો વધુ મહત્વપૂર્ણ ઘટક બનશે. આપણે તેમનું સન્માન કરવું જોઈએ અને ભવિષ્ય માટે તેનું રક્ષણ કરવું જોઈએ.
Video About Vruksho Apna Mitra Essay in Gujarati
Summary
આશા રાખું છું, “વૃક્ષ આપણા મિત્રો નિબંધ- 3 Vruksho Apna Mitra Essay in Gujarati” આર્ટિકલ માં તમને વૃક્ષ ના જતન અને તેના વિષે ની મહત્વપૂર્ણ માહિતી જરૂરથી મળી હશે. હાલ પ્રદુષણ ખુબ વધી રહ્યું છે અને આપણી પાસે આ સમસ્યા થી બચવા માટેનો “વૃક્ષ” ફક્ત એક જ ઉપાય છે. વૃક્ષો નું આપણા જીવન માં ખુબ મહત્વ છે, માટે જ હાલ બધા ધોરણ માં આ નિબંધ વારંવાર પૂછય રહ્યો છે.